Thursday, 19 March 2020

શાઓમીના ‘રેડમી k30 પ્રો’ સ્માર્ટફોનમાં પોપઅપ સેલ્ફી કેમેરા મળશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમી તેનો અપકમિંગ સ્માર્ટફોન ‘રેડમી k30 પ્રો’ 24 માર્ચે ચીનમાં લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં કંપનીની માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ વીબો પર ફોન લિસ્ટ થયો છે. તે અનુસાર ફોનમાં સિંગલ પોપઅપ સેલ્ફી કેમેરા મળશે. ચાઈનીઝ ટેક વેબસાઈટ વીબો પર ફોનની 2 ઇમેજ પોસ્ટ કરવામાં આવી છે.

આ તસવીર અનુસાર ફોનનું વ્હાઇટ અનેસ્યાન કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. ફોનમાં મેટાલિક ફ્રેમિંગ અને રેડ કલર પાવર બટન મળશે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 SoC પ્રોસેસર મળશે. એન્ડ્રોઇડ 10 વિથ MIUI ઓપરેટિંગ સિસ્ટમ પણ મળશે.

ફોનમાં સર્ક્યુલર 4 રિઅર કેમેરા મળશે. તેની નીચે સિંગલ LED ફ્લેશ લાઈટ મળશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 64MPનો પ્રાઈમરી કેમેરા મળશે. ફોનની અપર સાઈડ 3.5mmનો ઓડિયો જેક મળશે. ફોનમાં 6000mAhની બેટરી પણ મળી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi's 'Redmi K30 Pro' smartphone gets a popup selfie camera


from Divya Bhaskar https://ift.tt/395Zbx8

No comments:

Post a Comment