Wednesday, 18 March 2020

એપલ કંપનીએ ‘iPad પ્રો 2020’ લોન્ચ કર્યાં, સેલ્યુલર અને વાઇફાઇનાં 4 વેરિઅન્ટ લોન્ચ

ગેજેટ ડેસ્કઃ ટેક જાયન્ટ એપલે ફાઈનલી ‘iPad પ્રો 2020’નાં વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. તેમાંથી કેટલાક વેરિઅન્ટમાં LiDAR સ્કેનર અને ડેપ્થ સેન્સિંગ ફીચર આપવામાં આવ્યું છે. iPadનાં 128GBથી 1TB સુધી વિવિધ સ્ટોરેજ વેરિઅન્ટ ઉપલ્બધ છે. 2020 મોડેલનાં આઇપેડ પ્રોમાં A12Z બાયોનિક ચિપ વિથ 64 બિટ આર્કિટ્રેક્ચર અને ન્યુરલ એન્જિન આપવામાં આવ્યું છે. તમામ મોડેલ્સમાં iPadOS 13 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.

કિંમત અને વેરિઅન્ટ
ઓનલી વાઈફાઈ 11 ઇંચ: $799 (આશરે 59,800 રૂપિયા)
ઓનલી વાઈફાઈ 12.9 ઈંચ: $999 (74,800 રૂપિયા)
સેલ્યુલર 4G LTE 11 ઇંચ: $949 (71,000 રૂપિયા)
સેલ્યુલર 4G LTE 12.9 ઇંચ: $1,149 (86,000 રૂપિયા)


‘iPad પ્રો 2020’નાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • તમામ મોડેલ્સમાં લિકવિડ રેટિના LED ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • આઈપેડનાં 128GB, 256GB, 542GB અને 1 TB સ્ટોરેજ વેરિઅન્ટ ઉપલબ્ધ છે.
  • આઈપેડના અલગ અલગ મોડેલ્સમાં 12MP/10MP અલ્ટ્રાવાઈડ એંગલ લેન્સ અને 7MP ડેપ્થ કેમેરા આપવામાં આવ્યો છે.
  • તમામ સેલ્યુલર વેરિઅન્ટ નેનો સિમ સપોર્ટ કરે છે.
  • તમામ મોડેલ્સમાં 5 સ્ટુડિયો ક્વૉલિટી માઈક્રોફોન સપોર્ટ મળે છે.

જોકે આ તમામ વેરિઅન્ટ અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે. થોડાં દિવસોમાં તેનું વેચાણ શરૂ કરવામાં આવશે. જોકે ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple company launches 'iPad Pro 2020', 4 variants of cellular and WiFi


from Divya Bhaskar https://ift.tt/2WpmFuz

No comments:

Post a Comment