
ગેજેટ ડેસ્ક: કોરિયન ટેક કંપની સેમસંગે ‘ગેલેક્સી ટેબ A 8.4’ (2020) ટેબ્લેટ લોન્ચ કર્યું છે. તેનાં નામ પરથી જ જાણી શકાય છે કે ટેબ્લેટમાં 8.4 ઈંચની ડિસ્પલે મળશે. તેનું રિઝોલ્યુશન 1920x1200 પિક્સલ છે. તેની કિંમત $280 (આશરે 21,000 રૂપિયા) છે. હાલ આ ટેબ્લેટને અમેરિકામાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. તેને ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
‘ગેલેક્સી ટેબ A 8.4’ (2020) ટેબ્લેટનાં બેઝિક સ્પેસિફિકેશન
- આ ટેબ્લેટમાં 8.4 ઈંચની ડિસ્પલે મળશે. તેનું રિઝોલ્યુશન 1920x1200 પિક્સલ છે.
- ટેબ્લેટમાં ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.
- તેનું 3GB RAM અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયું છે. ટેબ્લેટની મેમરીને 512GB સુધી એકસ્પાન્ડ કરી શકાય છે.
- ટેબ્લેટમાં 8MPનો રિઅર કેમેરા અને 5MPનો સેલ્ફી કેમેરા મળશે.
- તેમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 99 કલાક સુધી મ્યૂઝિક, 12 કલાકનું વીડિયો બેકઅપ અને 11 કલાક સુધીનો ઈન્ટરનેટ યુસેઝ ટાઈમ આપે છે.
- કનેક્ટિવિટી માટે ટેબ્લેટમાં વાઈફાઈ, બ્લુટૂથ v5.0, USB 2.0 અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2QME8cS
No comments:
Post a Comment