
ગેજેટ ડેસ્ક: ફાઈનલી ગૂગલે iOS યુઝર્સ માટે ગૂગલ પોડકાસ્ટ લોન્ચ કર્યું છે. iOS યુઝર્સ પોડકાસ્ટનો ઉપયોગ કરવા વિવિધ 3 ટેબથી કરી શકશે.
3 ટેબમાંથી પ્રથમ ટેબમાં યુઝરને સબસ્ક્રાઈબ્ડ પોડકાસ્ટ અને એપિસોડનું લિસ્ટ જોવા મળશે. બીજી ટેબમાં યુઝર્સ પોડકાસ્ટ સર્ચ કરી શકશે. તેમાં યુઝર વિવિધ કેટેગરીમાંથી પસંદગી કરી શકશે. આ સિવાય યુઝર્સને સજેશન્સ પણ મળતા રહેશે. એક્ટિવિટી ટેબમાં જઈને યુઝર્સ ક્યૂ, ડાઉનલોડ, હિસ્ટ્રી અને સબક્રિપ્શન મેનેજમેન્ટનું સેટિંગ કરી શકશે.
iOS પર ગૂગલ પોડકાસ્ટ લોન્ચની સાથે કંપનીએ વેબ વર્ઝનમાં સબસ્ક્રિપ્શન ફીચરનો ઉમેરો કર્યો છે. હવે યુઝર્સ એન્ડ્રોઈડ, iOS અને વેબ પર પોડકાસ્ટ સાંભળી અને સબ્ક્રાઈબ કરી શકશે. જોકે કંપનીએ આઈપેડ માટે ગૂગલ પોડકાસ્ટ લોન્ચ કર્યું નથી. હાલના તબક્કે iOS વર્ઝનથી આઈપેડ યૂઝર્સ તેનો લાભ ઉઠાવી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33RvVtc
No comments:
Post a Comment