
ગેજેટ ડેસ્ક: કોરોનાવાઈરસને લીધે સ્માર્ટફોન પ્રોડક્શન અને તેનાં સેલિંગ પર માઠી અસર પડી છે. દેશમાં અનેક રાજ્યોમાં લોકડાઉનની પરિસ્થિતિને જોતા ‘રેડમી નોટ 9 પ્રો’નો પ્રથમ સેલ પોસ્ટપોન કરવામાં આવ્યો છે. કંપનીના આ ફ્લેગશિપ ફોનનું પ્રથમ સેલિંગ મંગળવારે બપોરે 12 વાગ્યે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પર શરૂ થવાનું હતું પરંતું હવે તેને પોસ્ટપોન કરવામાં આવ્યું છે. કંપનીએ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે. જોકે ફરી સેલ ક્યારે યોજાશે તેની કોઈ માહિતી આપી નથી.
વેરિઅન્ટ અને કિંમત
6 GB રેમ + 64 GB સ્ટોરેજ 14,999 રૂપિયા
6 GB રેમ+ 128 GB સ્ટોરેજ 16,999 રૂપિયા
8 GB રેમ + 128 GB સ્ટોરેજ 18,999 રૂપિયા
ફોનનાં બેઝિક ફીચર્સ
- સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- ફોનમાં ટ્રિપલ કોર્નિંગ ગોરીલા ગ્લાસનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
- આ ફોન સ્પ્લેશ પ્રૂફ છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 4G+/4G/3G/2G, 2.4G વાઇફાઇ/ 5G વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS/ A-GPS અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.
- ફોનમાં ‘ઓરા બેલેન્સ’ ડિઝાઈન આપવામાં આવી છે
- ફોનનાં ગ્લેશિયર વ્હાઇટ, ઇન્ટરસ્ટેલર બ્લેક અને અરોરા બ્લૂ કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે.
‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’નાં સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ:6.67-ઈંચ
ડિસ્પલે ટાઈપ:ફુલ HD+ 1080x2400 પિક્સલ
OS:એન્ડ્રોઈડ 10 વિથ MIUI 11
પ્રોસેસર:કવૉલકોમ સ્નેપડ્રેગન 720G
ફ્રન્ટ કેમેરા:32 MP
રિઅર કેમેરા:64 MP+ 8 MP + 5 MP+ 2 MP
રેમ:6GB/8GB
સ્ટોરેજ:64GB/128GB એક્સપાન્ડેબલ 512GB
બેટરી:5020mAh વિથ 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bjSJnO
No comments:
Post a Comment