Tuesday, 24 March 2020

સેમસંગના પ્રોસેસર એક્સીનોસે એપલને પાછળ ધકેલી વર્ષ 2019માં માર્કેટ શેરિંગમાં ત્રીજું સ્થાન મેળવ્યું: કાઉન્ટર પોઈન્ટ

ગેજેટ ડેસ્ક: કોરિયન ટેક કંપની સેમસંગના પ્રોસસર એક્સીનોસે માર્કેટ શેરિંગમાં ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો છે. ટેક ફર્મ કાઉન્ટર પોઈન્ટના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. વર્ષ 2019માં એક્સીનોસે 14.1%નો માર્કેટ શેર હાંસલ કર્યો છે.

વર્ષ 2019માં સેમસંગના પ્રોસેસરે માર્કેટ શેરમાં 2.2%નો વધારો કર્યો છે, જ્યારે એપલના પ્રોસેસરના માર્કેટ શેરિંગમાં 0.5%નો ઘટાડો થયો છે. એક્સીનોસ પ્રોસેસરના માર્કેટ શેરિંગના વધારાનું કારણ નોર્થ અમેરિકા અને ભારતમાં થતો ગ્રોથ છે.પ્રોસેસરના માર્કેટ શેરિંગમાં ક્વાલકૉમ 33.4% સાથે પ્રથમ અને મીડિયાટેક 24.6% સાંથે બીજા ક્રમાંકે છે. આ લિસ્ટમાં હુવાવે કંપની પાંચમાં સ્થાને છે.

જોકે આ વર્ષે કંપનીઓના માર્કેટ શેરિંગની પરિસ્થિતિ બદલાઈ શકે છે. સેમસંગ કંપની અફોર્ડેબલ 5G મેકિંગ માટે તેના પ્રોસેસરના બદલે મીડિયાટેક પ્રોસેસરનો ઉપયોગ કરશે. વન પ્લસ કંપની જે અત્યાર સુધી ક્વોલકૉમ કંપનીના પ્રોસેસરનો ઉપયોગ કરતી હતી તે કેટલાક મોડેલ માટે મીડિયાટેકનો ઉપયોગ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung's processor Exynos beat Apple in market sharing took third place in 2019: Counterpoint


from Divya Bhaskar https://ift.tt/2UBX677

No comments:

Post a Comment