Sunday, 1 March 2020

સ્માર્ટફોનમાં ફિઝિકલ બટન નહીં હોય, હવે આંગળી અથવા ચહેરાથી ફોન અનલોક થશે

ગેજેટ ડેસ્ક. 2020ની શરૂઆત દર્શાવે છે કે આ દાયકામાં પણ સ્માર્ટફોન ઝડપથી બદલાશે. નવા લોન્ચ થયેલા સ્માર્ટફોન દર્શાવે છે કે અત્યારના ફ્લેગશિપ ફોન માટે જરૂરી માનવામા આવતા ફીચર આ નવા દાયકાની શરૂઆતમાં જ દૂર થઈ જશે. જો કે, સુવિધાઓ વધારવા માટે અમુક ફેરફાર પણ જરૂરી છે.

ફિક્સ્ડ સ્ક્રીનનો છેલ્લો રાઉન્ડ
સ્ક્રીનની પાછળ કેમેરા, ફિંગરપ્રિન્ટ સેંસર જેવા ફીચર છૂપાવવાનો સમય આવી ગયો છે. નવા યુગના ફોનમાં ફોલ્ડેબલ ડિસ્પ્લે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. લોકોને એવા ફોન જોઈએ જે ખિસ્સામાં સરળતાથી રાખી શકાય અને ફિચર્સમાં કોઈ કમી ન આવે જે દેખીતી રીતે મોટી સ્ક્રીન પર મળશે. બે કંપનીઓએ ફોલ્ડેબલ ડિસ્પ્લેની દુનિયામાં પ્રવેશ કર્યો છે પરંતુ ઘણા ફોન લોન્ચ થવાના બાકી છે.

પોર્ટ ગાયબ થઈ જશે
એપલે આઈફોન 7માં પોર્ટ હટાવી દીધું પરંતુ હેડફોન જેક દૂર કરવાનો નિર્ણય માઇલસ્ટોન સાબિત થયો નહીં. કારણે કે, આ કામમાં કંપનીઓએ રસ ન દર્શાવ્યો અને પોર્ટ ચાલું રાખ્યા. હવે ટેક્નોલોજી એક ડગલુ આગળ વધી ગઈ છે, એપલ ઇયરપોડ અને બીજા બ્લૂટૂથ હેડફોન્સે હેડફોન જેક્સનું મહત્ત્વ ઘટાડી દીધું છે. વાયરલેસ ચાર્જિંગ વધશે તે નક્કી છે. સેમસંગ બાદ વાયરલેસ ટેક્નોલોજીના આઈફોન લોન્ચ કરશે. ટૂંક સમયમાં તમે ફોનને ચાર્જિંગ પોર્ટ વગર જોઈ શકશો. પોર્ટ હટાવ્યા બાદ વોટરપ્રૂફિંગમાં સુધારો થશે.


બટન નહીં હોય
ફેસ અનલોક સ્માર્ટફોનને તે દિશામાં લઈ જઈ રહી છે જ્યારે તેમને બટનની જરૂર નહીં પડે. HTCએ પોતાના એક ફોનમાંથી તમામ બટન હટાવી દેવાનો પ્રયાસ કર્યો છે. 'અલ્ટ્રાસેન્સ સિસ્ટમના ઉદાહરણ લઈએ તો તે એક નવું ટચ યુઝર ઈન્ટરફેસ બનાવી રહી છે જે અલ્ટ્રાસાઉન્ડ પર આધારિત હશે. ફોનની કોઈ પણ જગ્યાએ ટેપ કરવા અને સ્લાઈડ કરવાનાની આઝાદીની સાથે, પરંપરાગત બટનો ટૂંક સમયમાં ભૂતકાળની વસ્તુ બની જશે. તેનાથી ડિઝાઇનર્સ માટેકર્વ્ડ એજેસ અને વોટરફોલ સ્ક્રીન આપવાનું સરળ બનશે. સ્ક્રીન સ્પેસ પણ વધી જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The smartphone will not have a physical button, now the phone will be unlocked with the finger or face


from Divya Bhaskar https://ift.tt/39d3c3N

No comments:

Post a Comment