
ગેજેટ ડેસ્ક. ચાઈનીઝ ટેક કંપનીએ તેનાં A સિરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘ઓપો A31’ ભારતમાં શુક્રવારે લોન્ચ કર્યો છે. શનિવારથી ઓપો A31નું વેચાણ શરૂ થઈ ગયું છે. અત્યારે માત્ર 4GB રેમ મોડેલનું વેચાણ કરવામા આવી રહ્યું છે, તેના 6GB રેમ વેરિઅન્ટનું વેચાણ માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં શરૂ થશે. ઓપો A31 2020ને ફ્લિપકાર્ટ, એમેઝોન, અને ટાટા ક્લિક દ્વારા ખરીદી શકાય છે. આ ફોન મિસ્ટ્રી બ્લેક અને ફેન્ટસી વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ છે. ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર મીડિયાટેક P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ઓપો A31ના 4GB રેમ + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ભારતમાં 11,490 રૂપિયા રાખવામાં આવી છે. લોન્ચ સમયે કંપનીએ જાણકારી આપી હતી કે, આ સ્માર્ટફોનને ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્લેટફોર્મ પરથી ખરીદી શકાશે. આ સ્માર્ટફોનને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ઈન્ડોનેશિયામાં લોન્ચ કરવામા આવ્યો હતો અને શુક્રવારે ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામા આવ્યો છે. તેના 6GB વેરિઅન્ટની કિંમત 13,990 રૂપિયા રાખવામા આવી છે.
ઓપોના આ સ્માર્ટફોનની સાથે ઓફર પણ મળી રહી છે. તમામ પ્લેટફોર્મ પર એક્સચેન્જ ઓફર અને EMIની સાથે યસ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર 5 ટકા ઇન્સ્ટન્ટ કેશબેક મળશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર એક્સચેન્જ ડિસ્કાઉન્ટની પણ ઓફર છે.
ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સાથે એક્સ્ટ્રા મેમરી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, GPS, A-GP, બ્લુટૂથ 5.0, OTG, વાઇફાઇ અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે.
‘ઓપો A31’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 6.5 ઇંચ |
ડિસ્પ્લે ટાઈપ | HD+ (1600X720 પિક્સલ) |
OS | ColorOS 6.1.2 બેઝ્ડ વિથ એન્ડ્રોઇડ 9 પાઇ |
પ્રોસેસર | ઓક્ટાકોર મીડિયાટેક P35 |
રિઅર કેમેરા | 12MP+ 2MP+ 2MP |
ફ્રન્ટ કેમેરા | 8MP |
રેમ | 4GB/6GB |
સ્ટોરેજ | 64GB/128GB |
બેટરી | 4230mAh |
વજન | 180 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39h0H0k
No comments:
Post a Comment