ગેજેટ ડેસ્ક. ચીની કંપની શાઓમીના ફોલ્ડેબલ ફોનનીપેટેન્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈછે. નવા પેટેન્ટમાં ફિલ્પ ફોલ્ડેબલ સ્ટાઈલનુંયુનિક સેટઅપ જોવા મળી રહ્યુંછે. તેની વિશેષતા એ છે કે તેમાં ફોન બે ભાગોમાં ફોલ્ડ થશે નહીં, પરંતુ ડિસ્પ્લેના ઉપરના ભાગનો એક નાનો ભાગ જ ફોલ્ડ થશે. તે ભાગમાં કેમેરા છે. આ કેમેરાનોરિઅર અને ફ્રન્ટ બંને તરફ ઉપયોગ કરી શકાશે. આ ફ્લિપ ફોલ્ડિંગ પેટર્ન મોટો રેઝર 2019 અને ગેલેક્સી Z-ફ્લિપથી એકદમ અલગ છે. કંપની પહેલાં ઘણી બધી પેટન્ટ ફાઈલ કરી ચૂકી છે, જે હજી સુધી પ્રોડક્શન મોડમાં આવી નથી.
પેટન્ટ ઈમેજ પ્રમાણે
શાઓમીએ તાજેતરમાં ચાઇના નેશનલ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એડમિનિસ્ટ્રેશનમાં પેટન્ટ ફાઈલ કરી છે. પેટન્ટમાં આપવામાં આવેલી તસવીરમાં જોઈ શકાય છે કે, ફોન સેમસંગ અને મોટોરોલાના ફોલ્ડેબલ ફોનની જેમ પર આડધો ફોલ્ડ નથી થતો. તેમાં સ્ક્રીની ઉપરના ભાગ જેમાં કેમેરા લગાવવામાં આવ્યા છે તે જ ફોલ્ડ થાય છે.
પેટન્ટ પ્રમાણે, આ ફોલ્ડેબલ ડિસ્પ્લેમાં પંચ હોલ કટઆઉટ પણ મળશે, જેમાં કેમેરા લાગેલા હશે. તેમાં બે કેમેરા સહિત LED ફ્લેશ પણ આપવામાં આવી છે. આ કેમેરાને ફ્રન્ટ અને રિયર કેમેરા તરીકે ઉપયોગ કરી શકાશે.
આ ફ્લિપ મિકેનિઝમ મેન્યુઅલ નથી પણ તેમાં મોટર લગાવવામાં આવી છે, જેના કારણે તે ફોલ્ડિંગ મૂવમેન્ટ કરે છે. તે અમુક હદ સુધી આસુસ 6માં ફ્લિપ કેમેરા સેટઅપથી મળતો આવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2UeV24M
No comments:
Post a Comment