Friday, 27 March 2020

કેન્દ્ર સરકાર કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપ ‘કોરોના કવચ’ લોન્ચ કરી, લોકેશનને આધારે કોરોનાનાં જોખમની જાણકારી આપશે

ગેજેટ ડેસ્ક: કેન્દ્ર સરકાર, ટેલિકોમ કંપની સહિત અનેક દિગ્ગજ કંપનીઓએ કોરોનાવાઇરસની માહિતી આપતી વેબસાઇટ અને એપ લોન્ચ કરી છે. તેવામાં કેન્દ્ર સરકારે કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપ ‘કોરોના કવચ’ લોન્ચ કરી છે. આ એપ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. હાલ આ એપનો ઉપયોગ એન્ડ્રોઈડ યુઝર્સ કરી શકે છે.

ગૂગલ પ્લે સ્ટોર પર ‘Corona Kavach’ ટાઈપ કરીને એપ ડાઉનલોડ કરી યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે. એપ ડાઉનલોડ કર્યા બાદ લોકેશન એક્સેસ અલાઉ કરી મોબાઈલ નંબર સબમિટ કરવાનો રહશે. ત્યારબાદ OTP સબમિટ કરવાનો રહેશે.

એપનાં ફીચર્સ

  • આ એપ યુઝર્સનું લોકેશન ટ્રેક કરી કલર કોડ દ્વારા વાઈરસનું જોખમ દર્શાવે છે. ગ્રીન હોય તો ઓલ ગૂડ, ઓરેન્જ કલર હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ, યલો કલર હોય તોક્વોરંટાઈન થવાની સૂચના અને રેડ કલર હોય તો કોરોનવાઈરસથી સંક્રમણની માહિતી આપે છે.
  • આ એપ લોકેશનનો ઉપયોગ કરીને ચેપિત વિસ્તારમાં યુઝર ટ્રાવેલ કર્યો છે કે નહીં તેની જાણકારી મેળવી અલર્ટ આપે છે.
  • એપમાં બ્રિધિંગ એક્સર્સાઈઝ અને પ્રશ્નોત્તરી પણ આપવામાં આવી છે. એપમાં શરીરનું તાપમાન, ટ્રાવેલ હિસ્ટ્રી, ઉધરસ વગેરેની માહિતી સબમિટ કરી હેલ્થ રિપોર્ટ પણ જાણી શકાય છે.
  • આ એપ ઓટોમેટિક દર એક કલાકે યુઝરનો ડેટા તપાસી તેની નોટિફિકેશન સેન્ડ કરે છે. તેના માટે યુઝરે એપના સેન્ટરમાં આવેલાં લોગોને પ્રેસ કરવાનો રહેશે. ત્યારબાદ એપમાં કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈને 1 કલાક પૂર્ણ થશે ત્યારે એપ લેટેસ્ટ ડેટા બતાવશે.
  • એપ પર યુઝર્સ કોરોનાવાઈરસના કેસ, રિકવર કેસ અને મૃત્યુઆંક વિશેની માહિતી પણ મેળવી શકશે.
  • એપ વાંરવાર ઓપન કરવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી યુઝરને લેટેસ્ટ ડેટા મળતો રહે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Central government launches coronavirus tracking app 'Corona Kavach', will inform the risk based on location
Central government launches coronavirus tracking app 'Corona Kavach', will inform the risk based on location
Central government launches coronavirus tracking app 'Corona Kavach', will inform the risk based on location
Central government launches coronavirus tracking app 'Corona Kavach', will inform the risk based on location


from Divya Bhaskar https://ift.tt/3apct9w

No comments:

Post a Comment