Saturday, 28 March 2020

એપલ કંપનીએ કોરોનાવાઈરસની સ્ક્રિનિંગ વેબસાઇટ અને એપ લોન્ચ કરી

ગેજેટ ડેસ્ક: ગૂગલ, માઈક્રોસોફ્ટ બાદ હવે ટેક જયન્ટ એપલે કોરોનાવાઈરસની સ્ક્રિનિંગ વેબસાઇટ અને એપ લોન્ચ કરી છે. આ બંને ટૂલ એપલે CDC (સેન્ટર ફોર ડિસીઝ એન્ડ કન્ટ્રોલ), FEMA (ફેડરલ ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી) અને વાઇટ હાઉસના સહયોગથી ડેવલપ કર્યા છે. https://ift.tt/3dBu1RC વેબસાઇટનો ઉપયોગ એપલ અને નોન એપલ યુઝર્સ પીસી અને સ્માર્ટફોનથી કરી શકશે.

વેબસાઇટ પર કોરોનાવાઈરસનાં લક્ષણો, તે કેવી રીતે ફેલાય છે, સાવચેતીનાં પગલાં, કોરોનાવાઈરસનો ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ તેની માહિતી આપવામાં આવી છે. વેબસાઇટ અને એપ અમેરિકાના યુઝર્સને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવી છે. જોકે વર્લ્ડવાઈડ યુઝર્સ સ્ક્રિનિંગ ટૂલનો ઉપયોગ કરી શકશે.

સ્ક્રિનિંગ ટૂલ

આ ટૂલનો ઉપયોગ કરી યુઝર્સ કોરોનાવાઈરસનું જોખમ છે કે કેમ તે જાણી શકશે. આ ટૂલમાં યુઝર્સને ટ્રાવેલ હિસ્ટ્રી, તાવ-ઉધરસ-કફ સહિતના લક્ષણો, ઉંમર સહિતનાં વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશે. તેના જવાબના આધારે વેબસાઇટ યુઝર્સે શું કરવું જોઈએ તેની માહિતી આપે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple company launches coronavirus screening website and app


from Divya Bhaskar https://ift.tt/2ycMWlD

No comments:

Post a Comment