Tuesday, 3 March 2020

કોરોના વાઇરસને લીધે રિઅલમી અને શાઓમી કંપનીએ અપકમિંગ ગ્રાઉન્ડ લોન્ચિંગ ઇવેન્ટ કેન્સલ કરી, માત્ર ઓનલાઇન લોન્ચિંગ થશે

ગેજેટ ડેસ્કઃ ભારતમાં ફરી કોરોના વાઈરસે પોતાનું જોર પકડ્યું છે. તેની અસર સમાર્ટફોન્સ માર્કેટ પર થઈ રહી છે. ચાઈનીઝ કંપની શાઓમી અને રિઅલમીએ પોતાની અપકમિંગ ગ્રાઉન્ડ લોન્ચિંગ ઇવેન્ટ કેન્સલ કરી છે. તેને બદલે કંપની માત્ર ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા પ્રોડક્ટ્સ લોન્ચ કરશે.

શાઓમી

શાઓમી ઇન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર ફોટો શેર કરી ઇવેન્ટ કેન્સલ કર્યા હોવાની માહિતી આપવામાં આવી છે. 12 માર્ચે કંપની ‘રેડ્મી 9’ સિરીઝના સ્માર્ટફોન્સ લોન્ચ કરવાની હતી. પરંતુ COVID 19 અર્થાત કોરોના વાઇરસના ફેલાવાને લીધે રદ્દ કરી છે.

રિઅલમી

રિઅલમી કંપની 5 માર્ચે ‘રિઅલમી 6’ સિરીઝના સ્માર્ટફોન અને ફિટનેસ બેન્ડ લોન્ચ કરવાની હતી પરંતુ રિઅલમી ઇન્ડિયાના CEO માધવ શેઠે ટ્વીટ કરી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર ઇવેન્ટ કેન્સલ કરવાની જાહેરાત કરી છે. ઇવેન્ટનું બુકિંગ કરનાર લોકોને રીફંડ તરીકે રિઅલમી બેન્ડ આપવામાં આવશે. લોન્ચિંગ ઇવેન્ટમાં ભાગ લેનાર યુઝર્સને ઇમેઇલ દ્વારા પૂરી માહિતી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનામા 10થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વાઈરસને લીધે વિશ્વભરમાં 3,000 લોકોનાં મોત થયા છે અને હજારો લોકો સંક્રમિત છે. ઓન ગ્રાઉન્ડ લોન્ચિંગ ઈવેન્ટમાં વાઈરસના ફેલાવવાનો ભય રહેવાથી બંને કંપનીએ તકેદારીના ભાગ રૂપે ઈવેન્ટ કેન્સલ કરવાની જાહેરાત કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme and Xiaomi Company Cancel Upcoming Ground Launching Event Due to Corona Virus, Only Online Launching
Realme and Xiaomi Company Cancel Upcoming Ground Launching Event Due to Corona Virus, Only Online Launching


from Divya Bhaskar https://ift.tt/38liNNl

No comments:

Post a Comment