ગેજેટ ડેસ્કઃ દુનિયાના સૌથી ફાસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન ‘iQoo 3’નું વેચાણ ભારતમાં શરૂ થયું. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી કરી શકાશે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 36,990 રૂપિયા છે. ફોનનાં 4G અને 5G બંને વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનમાં iQoo UI ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં ટોર્નેડો બ્લેક, ક્વોન્ટમ સિલ્વર અને વોલ્કેનો ઓરેન્જ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
ફોનની સ્પીડનું રેંકિંગ કરતી ચાઈનીઝ બેન્ચમાર્ક સાઈટ ‘AnTuTu’ દ્વારા ‘iQoo 3’ 5Gને 610576 સ્કોર આપવામાં આવ્યો છે. તે અત્યાર સુધીનો સૌથી વધારે છે.
ફીચર
ફોનનું ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર 25% પાવર કન્ઝપ્શન ઘટાડશે અને 25% CPU પર્ફોમન્સ વધારશે. ફોન HDR10+ સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે 0.31 સેકન્ડમાં ફોન અનલોક કરે છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા છે, જે 15 મિનિટમાં 50% ફોન ચાર્જ કરે છે. આ સિવાય ફોનમાં કાર્બન ફાઈબર VC લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી અને અલ્ટ્રા ગેમિંગ મોડ આપવામાં આવ્યો છે.
ઓફર
- ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી પર એક્સિસ બેંકનાં બઝ ક્રેડિટ કાર્ડથી કરવા પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
- ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડથી ખરીદી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
- ICICIનાં ક્રેડિટ કાર્ડથી ફોનની ખરીદી કરવા પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
- આ સિવાય એક્સચેન્જ ઓફર હેઠળ 17050 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
- આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળી રહી છે.
4G વેરિઅન્ટ અને કિંમત
8GB + 128GB: 36,990 રૂપિયા
8GB+ 256GB: 39,990 રૂપિયા
5G વેરિઅન્ટ અને કિંમત
12GB+256GB: 44,990 રૂપિયા
‘iQoo 3’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.44 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | સુપર AMOLED (1080x2400 પિક્સલ) |
| OS | iQoo UI વિથ એન્ડ્રોઈડ 10 |
| પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 |
| રિઅર કેમેરા | 48MP (પ્રાઈમરી લેન્સ)+ 13MP (ટેલિફોટો લેન્સ) + 13MP (120 ડિગ્રી વાઈડ લેન્સ) + 2MP બોકેહ લેન્સ |
| ફ્રન્ટ કેમેરા | 16MP |
| રેમ | 8GB/12GB |
| સ્ટોરેજ | 128GB/256GB |
| બેટરી | 4440 mAh વિથ 55 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2wqwqh1
No comments:
Post a Comment