
ગેજેટ ડેસ્ક: કોરોનાવાઈરસ સામે લડવા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેની અસર સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રી પર પડી છે. લોકડાઉનની સ્થિતિને જોતા ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ તેનાં ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ ‘Mi 10’નું લોન્ચિંગ પોસ્ટપોન કર્યું છે. કંપનીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. સતર્કતાના ભાગરૂપે લોન્ચિંગ પોસ્ટપોન કરવામાં આવ્યું છે. સિરીઝનું લોન્ચિંગ 31 માર્ચે માત્ર ઓનલાઈન સ્ટ્રિમિંગ દ્વારા યોજાવાનું હતું.
Hey Mi fans,
— Mi India (@XiaomiIndia) March 25, 2020
We are focusing our energy to support the nation in its fight against the #COVID19.
After careful deliberation, we've decided to postpone the launch of #Mi10 in India, which was scheduled for 31st March 2020.
Thank you for your support.#StaySafeEveryone pic.twitter.com/seEiJcZoXS
આ સિરીઝની ખાસ વાત એ છે કે તેમાં 108MPનો પ્રાઈમરી કેમેરા અને 5G સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં ફુલ HD+ કર્વ્ડ AMOLED ડિસ્પલે મળશે. ફોન વાયરલેસ અને વિથ વાયર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે.
‘Mi 10’ સ્માર્ટફોનનાં સિલ્વર બ્લેક, પીચ ગોલ્ડ અને આઈસ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં જ્યારે ‘Mi 10 પ્રો’નાં પર્લ વ્હાઇટ અને સ્ટેરી બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
ચીનમાં લોન્ચ થયેલાં ‘Mi 10’નાં વેરિઅન્ટ અને કિંમત
8GB + 128GB: 3,999 ચીની યુઆન (આશરે 40,800 રૂપિયા)
8GB + 256GB: 4,299 ચીની યુઆન (આશરે 43,900 રૂપિયા)
12GB + 256GB: 4,699 ચીની યુઆન (આશરે 48,000 રૂપિયા)
ચીનમાં લોન્ચ થયેલાં ‘Mi 10 પ્રો’નાં વેરિઅન્ટ અને કિંમત
8GB -+256GB: 4999 ચીની યુઆન (આશરે 51,000 રૂપિયા )
12GB+256GB: 5499 ચીની યુઆન (આશરે 56,000 રૂપિયા)
12GB+512GB: 5999 ચીની યુઆન (આશરે 61,000 રૂપિયા)
‘Mi 10’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ:6.67 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ:ફુલ HD+ કર્વ્ડ AMOLED (1080 x 2340 પિક્સલ)
OS :એન્ડ્રોઇડ 10
પ્રોસેસર:ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865
રેમ:8GB/12GB
સ્ટોરેજ:128GB/256GB
રિઅર કેમેરા:108MP (પ્રાઈમરી કેમેરા) + 13MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ ) +2MP (ડેપ્થ સેન્સર) + 2MP (મેક્રો લેન્સ)
ફ્રન્ટ કેમેરા:20MP
બેટરી:4780mAh વિથ વાયર એન્ડ વાયર લેસ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
‘Mi 10 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ:6.67 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ:ફુલ HD+ કર્વ્ડ AMOLED (1080 x 2340 પિક્સલ)
OS:એન્ડ્રોઇડ 10
પ્રોસેસર:ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865
રેમ:8GB/12GB
સ્ટોરેજ:128GB/256GB/512GB-
રિઅર કેમેરા:108MP (પ્રાઈમરી કેમેરા) + 20MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ ) +12MP (પોર્ટ્રેટ લેન્સ) + 8MP (ટેલિફોટો લેન્સ)
ફ્રન્ટ કેમેરા:20MP
બેટરી:4500mAh વિથ વાયર 50 વૉટ અને વાયરલેસ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3avXdb7
No comments:
Post a Comment