Wednesday, 25 March 2020

4 બજેટ સ્માર્ટફોન 6000mAhની બેટરીથી સજ્જ છે, સૌથી સસ્તા ફોનની કિંમત 8499 રૂપિયા છે

ગેજેટ ડેસ્ક. મોબાઈલ ગેમિંગ અથવા ફિલ્મ જોવાના શોખીન છો અને ઓફિસના ઘણા કામ ફોનથી કરો છો તો સ્વાભાવિક રીતે તે જરૂરી છે કે તમારે સ્માર્ટ બેટરી બેકઅપ સ્માર્ટફોનની જરૂર પડે. આવી સ્થિતિમાં તમે ફોને વારંવાર ચાર્જ કરવાની સમસ્યાથી બચવા માગતા હોવ અને એક સારો સ્માર્ટફોન લેવા માગો છો તે પણ ઓછા બજેટમાં તો અહીં ઘણા સારા સ્માર્ટફોનના ઓપ્શન છે.

સેમસંગ ગેલેક્સી M21
સૌથી પહેલો સ્માર્ટફોન છે સેમસંગનો ગેલેક્સી M21.કંપનીએ તેને હાલમાં જ ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યો છે. તેમાં 6000mAhની નોન-રીમુવેબલ બેટરી છે, જે 15 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે, તેમાં 22 કલાક સુધી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે, 22 કલાક સુધી વાઈ-ફાઈ યુઝ કરી શકાય છે, 29 કલાક સુધી વીડિયો જોઈ શકાય છે, 49 કલાક કોલિંગ કરી શકાશે અને 131 કલાક સુધી ગીતો સાંભળી શકાય છે. ફોનના 4GB|64GB વેરિઅન્ટની કિંમત 13499 રૂપિયા છે જ્યારે 6GB|128GB વેરિઅન્ટની કિંમત15499 રૂપિયા છે.

બે વેરિઅન્ટમાં લોન્ચ થયો સેમસંગ ગેલેક્સી M21 સ્માર્ટફોન, શરૂઆતી કિંમત રૂ. 13499, 48MP ટ્રિપલ રિઅર કેમેરા અને 6000mAh બેટરી મળશે.

સેમસંગ ગેલેક્સી M31
આ કેટેગરીમાં બીજો ફોન સેમસંગ ગેલેક્સી M31 છે. કંપનીએ તેને તાજેતરમાં લોન્ચ કર્યો છે. ફોન કેમેરા સેટઅપની બાબતમાં ગેલેક્સી M21થી અલગ છે. M31માં પણ 6000mAh બેટરી છે, જેમાં 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે, સિંગલ ચાર્જિંગમાં તેમાં 21 કલાક સુધી ઈન્ટરનેટ યુઝ કરી શકાય છે, 48 કલાક સુધી 26 કલાકના વીડિયો જોઈ શકાય છે અને 119 કલાક સુધી ગીતો સાંભળી શકાય છે. ફોનના 6GB/64GB વેરિઅન્ટની કિંમત 15999 રૂપિયા અને 6GB/128GB વેરિઅન્ટની કિંમત 16999 રૂપિયા છે.

ગેલેક્સી M31 લોન્ચ, શરૂઆતી કિંમત 15 હજાર રૂપિયા, સેલ્ફી કેમેરાથી કરી શકાશે સ્લો મોશન અને 4K રેકોર્ડિંગ

સેમસંગ ગેલેક્સી M30s
ગેલેક્સી M સીરિઝના M30sમાં પણ 6000mAhની બેટરી મળે છે. તેના 4GB/64GB વેરિઅન્ટની કિંમત 13999 રૂપિયા છે, જ્યારે 6GB/128GB વેરિઅન્ટની કિંમત 15999 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે, ફોનની 6000mAh બેટરીને ફૂલ ચાર્જ કરી તેમાં 29 કલાક સુધી વીડિયો જોઈ શકાય છે, 49 કલાક સુધી કોલિંગ કરી શકાય છે અને 131 કલાક સુધી ગીતો સાંભળી શકાય છે. ચાર્જિંગ માટે તેમાં પણ 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.

M-સીરિઝના બે નવા સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી M30s, M10s લોન્ચઃ કિંમત 8,999 રૂપિયાથી શરૂ


ટેક્વો સ્પાર્ક પાવર
હોંગકોંગ સ્થિત સ્માર્ટફોન કંપની ટેક્નોની સ્પાર્ક પાવર પણ 6000mAhની બેટરીથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે, ફોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે પાવર સેવિંગ ટેક્નિક અને સેફ ચાર્જિંગ મોડનો ઉપયોગ કરી શકાય છે. તેમાં 5 દિવસ સુધીનો બેટરી બેકઅપ મળે છે. ફૂલ ચાર્જ કરી તેમાં 29 કલાક સુધી વીડિયો જોઈ શકાય છે, 35 કલાક સુધી કોલિંગ કરી શકાય છે અને 200 કલાક સુધી ગીત સાંભળી શકાય છે. તે 4GB/64GB સ્ટોરેજના સિંગલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 8499 રૂપિયા છે.


6000mAh બેટરીથી સજ્જ ટેક્નો સ્પાર્ક પાવર લોન્ચ, ફૂલ ચાર્જમાં 17 કલાક સુધી ગેમિંગ અને 35 કલાક સુધી કોલિંગ કરી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
4 budget smartphones equipped with 6000mAh battery, cheapest phone priced at Rs. 8499


from Divya Bhaskar https://ift.tt/2QFTLCE

No comments:

Post a Comment