Saturday, 28 March 2020

ટ્વિટર પર હેશટેગ Ramayan ટ્રેન્ડિંગ પર, યુઝર્સ પરિવાર સાથે રામાયણ સિરિયલ જોવાના ફોટો શેર કરી રહ્યા છે

ગેજેટ ડેસ્ક: દેશમાં કોરોનાવાઈરસને લીધે લોકડાઉન છે. તેવામાં યુઝર્સની ભારે માગને સ્વીકારતા દૂરદર્શન પર રામાનંદ સાગરના નિર્દેશનમાં બનેલી રામાયણનું શનિવારથી પુન:પ્રસારણ શરૂ થયું છે. સવારે અને રાતે 9 વાગે તેનું પ્રસારણ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર રામાયણના પુન:પ્રસારણની ભારે માગને જોતા સરકારે આ નિર્ણય લીધો છે. સાથે જ બી આર ચોપડા દ્વારા નિર્દેશનમાં બનેલી મહાભારતનું પુન:પ્રસારણ શરૂ થયું છે. સવારે રામાયણનું પ્રસારણ શરૂ થયું ત્યારથી ટ્વિટર પર હેશટેગ Ramayan ટ્રેન્ડ કરી રહ્યું છે. હેશટેગ Ramayan પર સવારે 11:40 વાગ્યા સુધી 65 હજાર ટ્વીટ્સ થઈ ચૂક્યા છે. તેની સાથે હેશટેગ DDNational પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. સવારે 11:30 વાગે હેશટેગ DDNational ટોપ-3માં ટ્રેન્ડ કરી રહ્યું છે. તેના પીઆર 6 હજારથી વધારે ટ્વીટ્સ થયા છે. ટ્વિટર પર હેશટેગ Ramayan સાથે પરિવાર સાથે સિરિયલ જોઈ રહ્યા હોવાની તસવીરો શેર કરી રહ્યા છે. અનેક યુઝર્સ સાથે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ ફોટો શેર કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sharing Ramayan serial viewing photo with family of users, on Twitter hashtag Ramayan trending


from Divya Bhaskar https://ift.tt/3apd0IF

No comments:

Post a Comment