Friday, 24 April 2020

શાઓમી સેમસંગ સાથે મળીને દુનિયાનો પ્રથમ 150MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતો સ્માર્ટફોન લોન્ચ કરશે

ચાઈનીઝ ટેક કંપની શાઓમી દુનિયાનો પ્રથમ 150MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતો સ્માર્ટફોન લોન્ચ કરશે. તેના માટે કંપનીએ સેમસંગ સાથે પાર્ટનરશિપ કરી છે. ટેક ટિપ્સ્ટર આઈસ યુનિવર્સે ચાઈનીઝ માઈક્રો બ્લોગિંગ સાઈટ વીબો પર પોસ્ટ કરી તેની માહિતી આપી છે. તેની પોસ્ટ અનુસાર વર્ષ 2020ના અંત સુધીમાં દુનિયાનો પ્રથમ 150MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતો સ્માર્ટફોન લોન્ચ થશે.

દુનિયાનો પ્રથમ 108MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતો સ્માર્ટફોન પણ શાઓમીએ લોન્ચ કર્યો હતો. તેના માટે પણ કંપનીએ સેમસંગ સાથે પાર્ટનરશિપ કરી હતી. 108MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતો પ્રથમ સ્માર્ટફોન Mi CC9 Pro અને ત્યારબાદ ‘Mi Note 10’ સિરીઝ, ‘Mi 10’ સિરીઝ અને સેમસંગ ગેલેક્સી અલ્ટ્રામાં જોવા મળ્યા હતા.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 150MP ડિજિટલ કેમેરા નેનોટેક્નોલોજીયુક્ત ISOCELL Bright HMX 0.8μm સેન્સર છે. આ ફોનનું લોન્ચિંગ ઓક્ટોબર મહિનામાં થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસઅગાઉ જ સેમસંગે મનુષ્યની આંખના મેગાપિક્સલ કરતાં વધારે 600MP પિક્સલનું સેન્સરે ડેવલપ કરવાની જાહેરાત કરી છે. જોકે તેને લોન્ચ કરવામાં કંપની ઘણો સમય લેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતીકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/34ZZmto

No comments:

Post a Comment