Friday, 24 April 2020

‘iQOO Neo 3’ 5G સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયો, 144Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે

ચાઈનીઝ ટેક કંપની વિવોની સબબ્રાન્ડ iQOOએ ‘iQOO Neo 3’ 5G સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કર્યો છે. 5G સપોર્ટ ધરાવતા આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 વિથ iQOO UI ઓપરેટિંગ સિસ્ટમ મળશે. ફોનનાં રેમ અને સ્ટોરેજ પ્રમાણે 4 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનાં બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ચીનમાં ફોનનું પ્રિબુકિંગ શરૂ કરાયું છે અને તેનું વેચાણ 29 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જોકે ભારતમાં ફોનને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

ચીનમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ અને કિંમત

6GB + 128GB: 2698 ચીની યુઆન (29,000 રૂપિયા)

8GB + 128GB: 2998 ચીની યુઆન (આશરે 32,000 રૂપિયા)

8GB + 256GB: 3298 ચીની યુઆન (આશરે 35,400 રૂપિયા)

12GB + 256GB: 3398 ચીની યુઆન (આશરે 36,500 રૂપિયા)

ફોનમાં ગેમિંગ એક્સપિરિઅન્સ માટે 4D ગેમ શોક 2.0, ગેમ વોઈસ ચેન્જ 2.0, ગેમ સ્પેસ 3.0 સહિતનાં ફીચર આપવામાં આવ્યાં છે.

ફોનમાં લિક્વિડ કૂલ ટેક્નોલોજી આપવામાં આવી છે, જે ફોનને ઝડપથી ગરમ થવા પર રોકે છે.

‘iQOO Neo 3’નાં બેઝિક સ્પેસિફકેશન

ડિસ્પ્લેસાઈઝ

6.57 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 2408 X 1080 રિઝોલ્યુશન HDR10

OS

એન્ડ્રોઈડ 10 વિથ iQOO UI

પ્રોસેસર

ક્વોલકોમ સ્નેપડ્રેગન 865

રિઅર કેમેરા

48MP+ 8MP + 2MP

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

6GB/8GB/12GB

સ્ટોરેજ

128GB/256GB

બેટરી

4,500mAh વિથ 44વૉટ ફાસ્ટ ચાર્જિંગ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'iQOO Neo 3' 5G smartphone launched in China, will get a display with 144Hz refresh rate


from Divya Bhaskar https://ift.tt/3eKSa93

No comments:

Post a Comment