Friday, 24 April 2020

ફેસબુકના 26.7 કરોડ યુઝર્સનો ડેટા ડાર્ક વેબ પર લીક કરવામાં આવ્યા: Sophos

એપલ બાદ હવે ફેસબુકની સિક્યોરિટી અને પ્રાઇવસી પર સવાલો ઊભા થયા છે. ફેસબુકના 26.7 કરોડ યુઝર્સનો ડેટા ડાર્ક વેબ પર લીક કરવામાં આવ્યા છે. સાયબર સિક્યોરિટી ફર્મ Sophosના એક રિપોર્ટમા આ વાતનો ખુલાસો થયો છે.

ડાર્ક વેબ પર લીક થયેલા ડેટામાં યુઝરનું નામ, ઈમેઈલ એડ્રેસ, મોબાઈલ નંબર, રિલેશનશિપ સ્ટેટસ અને ઉંમર સહિતની વિગતો સામેલ છે. સાયબર સિક્યોરિટી રિસર્ચર બોબે કરેલા રિસર્ચ પ્રમાણે ડાર્ક વેબ પર આ ડેટાને USD $540 (આશરે 41,000 રૂપિયા)માં વેચવામાં આવ્યો છે. જોકે આ ડેટા લીકમાં પાસવર્ડ શેર થયાં નથી.

આ ડેટા લીક ગત વર્ષે ડાયચેન્કો દ્વાકા જાહેર કરાયેલાં ડેટા લીક જેવા જ છે. તેમાં અન્ય 40.2 લાખ લોકોનો ડેટા પણ લીક કરવામાં આવ્યો હતો, જેમનો ડેટા સેકન્ડ સર્વરમાં રિઝર્વ હતો.સાયબર સિક્યોરિટીના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફેસબુકના API (એપ્લિકેશન પ્રોગામ ઈન્ટરફેસ)ને કારણે આ ડેટા લીક થયાં હોઈ શકે છે. ફેસબુક યુઝરે તેમનાં અકાઉન્ટ સિક્યોર કરવા ‘ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન’નો ઉપયોગ કરવો જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Data of 267 million Facebook users leaked on the Dark Web: Sophos report


from Divya Bhaskar https://ift.tt/2yFyl2m

No comments:

Post a Comment