Friday, 24 April 2020

એરટેલના 401 રૂપિયાના રિચાર્જ પર ડિઝની+ હોટસ્ટાર VIPનું 1 વર્ષ માટે ફ્રી સબસ્ક્રિપ્શન મળશે

લોકડાઉનને લીધે સોશિયલ મીડિયા તેમજ OTT (ઓવર ધટોપ) પ્લેટફોર્મનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે. તેને ધ્ચાનમાં રાખી પોતાના પોર્ટફોલિયોમાં વધારો કરવા એરટેલે નવો 401 રૂપિયાનો 28 દિવસનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં 1 વર્ષ સુધી ડિઝની+ હોટસ્ટાર VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. સાથે જ પ્રતિદિવસ 3GB ડેટા મળશે.

યુઝર્સ કિડ્સ કન્ટેન્ટ, એક્સક્લુઝિવ હોટસ્ટાર સ્પેશિયલ શૉ જોઈ શકશે

  • 401 રૂપિયાના રિચાર્જ પ્લાન પર યુઝર વિવિધ પ્રકારના શૉ, ડિઝની+ના કિડ્સ કન્ટેન્ટ, એક્સક્લુઝિવ હોટસ્ટાર સ્પેશિયલ્સ, ટીવી શૉ, ન્યૂ મૂવીસ અને લાઈવ સ્પોર્ટ્સ સહિતના કન્ટેન્ટ જોઈ શકશે.
  • 401 રૂપિયાનો પ્લાન 28 દિવસનો છે અને ડિઝની+ હોટસ્ટાર VIP સર્વિસ 1 વર્ષની છે. 1 વર્ષનો સમયગાળો પૂરો થયા બાદ યુઝર્સ ફરી પ્લાન એક્ટિવ કરાવી ડિઝની+ હોટસ્ટાર VIP સર્વિસ શરૂ કરાવી શકશે.
  • આ પ્લાનમાં અન્ય પ્લાનની જેમ SMS કે કોલિંગની સુવિધા નહીં મળે.
  • એરટેલ એપ, વેબસાઈટ અને થર્ડ પાર્ટી સોર્સિસ પરથી યુઝર આ પ્લાન એક્ટિવ કરી શકશે.

ડિઝની પ્લસ હોટસ્ટાર સર્વિસના એક્ચ્યુઅલ પ્લાન

ડિઝની પ્લસ સર્વિસ માટે જૂના હોટસ્ટારના VIP અને પ્રિમિયમ સબક્રાઈબર્સે કોઈ ચાર્જ આપવો નહીં પડે. જોકે નવા યુઝર્સને એડિશનલ ચાર્જ સાથે આ સબસ્ક્રિપ્શન મળશે. ડિઝની પ્લસ હોટસ્ટારના વાર્ષિક પ્લાનમાં VIP માટે 399 રૂપિયા અને પ્રિમિયમ માટે 1499 રૂપિયા આપવાના રહેશે. VIP સબસ્ક્રાઈબર્સને માર્વેલ યુનિવર્સ અને સુપરહીરોની મૂવીઝ અને સિરીઝ તેમજ બોલિવૂડ અને હોલિવૂડની કેટલીક મૂવીઝનો એક્સેસ મળશે. જ્યારે પ્રિમિયમ યુઝર્સને VIPને મળતા એક્સેસ ઉપરાંત 29 કરતા વધારે ડિઝની ઓરિજનલ કન્ટેન્ટ અને લેટેસ્ટ અમેરિકાના શૉનો એક્સેસ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Disney + Hotstar VIP will get free subscription for 1 year on Airtel recharge of Rs 401


from Divya Bhaskar https://ift.tt/2VNFKV6

No comments:

Post a Comment