Thursday, 2 April 2020

ગૂગલ હેન્ગાઉન્ટ મીટના ઉપયોગમાં 60 ટકા વધારો

કોવિડ-19ની મહામારીને કારણે વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન છે, જેના કારણે કર્મચારીઓ ઘરેથી કામ કરે છે. આ નવા રૂટિનના કારણે વીડિયો કોલિંગ અને વિડિયો કોન્ફરન્સિંગ એપનો ઉપયોગ વધી ગયો છે. હાલની પરિસ્થિતિને જોતા, ગૂગલની વિડયો કોન્ફરન્સિંગ એપ અને હેન્ગાઉન્ટ મીટનો ઉપયોગમાં વધારો જોવા મળી રહ્યો છે.

ગૂગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયનના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં હેન્ગાઉન્ટ મીટમાં ઉપયોગમાં 60% નો વધારો જોવા મળ્યો છે.

વર્તમાન સંજોગોમાં મોટી સંખ્યામાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. આ સ્થિતિમાં બિઝનેસની પ્રોડક્ટિવિટી જળવાઈ રહે તે માટે અમારી ગુગલ મીટ નામની વીડિયો કોન્ફરન્સિંગ પ્રોડક્ટનો ઉપયોગ વધી ગયો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં મીટના વપરાશમાં 60% જેટલો વધારો થયો છે, જે જાન્યુઆરીના દૈનિક વપરાશ કરતા 25 ગણો વધુ છે, તેમ કુરિયને એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે .

વધુમાં, ગૂગલે તેની અદ્યતન હેન્ગાઉન્ટ મીટ એપ્લિકેશનને વૈશ્વિક સ્તરે તેના તમામ જી-સ્વીટ અને જી-સ્યુટ એજ્યુકેશન ગ્રાહકો માટે મફતમાં ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત કંપનીએ તેના મીટ હાર્ડવેરને દક્ષિણ કોરિયા, હોંગકોંગ, તાઇવાન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ આફ્રિકા સહિતના વધારાના માર્કેટમાં પણ ઉપલબ્ધ કરાવ્યું છે.

જો કે, ઉલ્લેખનીય છે કે, ગૂગલ એકમાત્ર એવી કંપની નથી કે જેણે તાજેતરના સમયમાં તેની વિડિઓ કોલિંગ એપના ઉપયોગમાં વધારો જોવા મળ્યો હોય. ગત મહિને, એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ફેસબુક મેસેન્જરની ગ્રુપ વિડિઓ કોલિંગના ઉપયોગમાં 70% વધારો જોવા મળ્યો હતો .સીએનઇટીના રિપોર્ટ પ્રમાણે, કોરોનાવાઈરસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્હોટ્સએપ પર વોઇસ અને વિડિઓ કોલિંગના ઉપયોગમાં દર વર્ષ કરતાં બમણો વધારો જોવા મળ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
60% increase in Google Hangouts use


from Divya Bhaskar https://ift.tt/2X4EWxI

No comments:

Post a Comment