Friday, 3 April 2020

હુવાવે વિઝન સ્માર્ટ ટીવી પોપ-અપ કેમેરા સાથે 8 એપ્રિલે લોન્ચ કરશે, ચીનમાં આ ટીવીની અંદાજિત કિંમત રૂ. 1.30 લાખ

ચીનમાં 8એપ્રિલે હુવાવે P40 સિરિઝ સ્માર્ટફોનની સાથે કંપની બિલ્ટ-ઈન પોપ-અપ સેલ્ફી કેમેરા સાથે હુવાવે વિઝન સ્માર્ટ ટીવી લોન્ચ કરશે. કંપનીએ ચીની માઈક્રો બ્લોગિંગ સાઈટ www.weibo.com તેની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. જો કે, કંપનીએ ટીવીની ડિટેલ્સ વિશે કોઈ સ્પષ્ટા કરી નથી અને ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તે વિશે કોઈ માહિતી આપી નથી. કંપનીએ ગત વર્ષે તેનું વિઝન સ્માર્ટ ટીવી સિરીઝ લોન્ચ કર્યું હતિ , જેમાં 65 ઈંચ અને 75 ઈંચ સાઈઝના બે મોડેલ સામેલ હતા. 75 ઈંચ વિઝન સ્માર્ટ ટીવીમાં પણ પોપ-અપ કેમેરા આપવામાં આવ્યા હતો.

ગત મોડેલ કરતાં કેમેરા મોટો હશે
વીબો સાઈટ પર શેર કરવામાં આવેલ ફોટોમાં જોઈ શકાય છે કે, ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલ ટીવીની સરખામણીએ અપકમિંગ ટીવીમાં થોડો મોટો પોપ-અપ કેમેરા મળશે. એવી અપેક્ષા છે કે આ વર્ષે મોટી સાઈઝમાં ટીવી લોન્ચ થશે.


ભારતમાં લોન્ચ થવાની શક્યતા ઓછી
કંપનીએ તેના વિઝન ટીવી સિરીઝ ભારતમાં લોન્ચ કરી નથી, તેથી એવું કહેવામાં આવી રહ્યું છે, કે તેનું લેટેસ્ટ વર્ઝન પણ ભારતમાં આવવાની શક્યતા ઓછી છે. કંપનીએ નવેમ્બર 2019માં 75 ઈંચ વિઝન સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું હતુ. તેમાં ક્વોન્ટમ ડોટ અલ્ટ્રા HD અને 120 હર્ટ્ઝ ડિસ્પ્લે પેનલ છે, જેમાં 3840x2160 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ છે. ચીનમાં આ ટીવીની કિંમત 1.30 લાખ રૂપિયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Huawei Vision will launch with smart TV pop-up camera on April 8, the estimated cost of this TV in China is Rs. 1.30 lakhs


from Divya Bhaskar https://ift.tt/3aDDPZy

No comments:

Post a Comment