
ઈ કોમર્સ પ્લેટફોર્મ જિઓમાર્ટે લોકડાઉનને ધ્યાનમાં રાખી વ્હોટ્સએપ પર ઓર્ડર બુકિંગ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસથી યુઝર નજદીકની દુકાનોમાંથી જરૂરી વસ્તુઓનું ઓનલાઈન બુકિંગ કરી શકશે. જોકે હાલ આ સર્વિસ નવી મુંબઈ, થાણે અને કલ્યાણ શહેરમાં જ શરૂ કરવામાં આવી છે.
રિલાયન્સ જિઓએ વ્હોટ્સએપ પર +91 88500 08000 નંબર રિલીઝ કર્યો છે. આ નંબર પરથી યુઝર ઓનલાન ઓર્ડર બુક કરી નજીકની દુકાનમાંથી ડિલિવરી લઈ શકશે. આ સર્વિસમાં હોમ ડિલિવરીનો ઓપ્શન નથી યુઝરે દુકાને જઈ પેમેન્ટ કરી પોતોનો ઓેર્ડર લેવાનો રહેશે.
જિઓમાર્ટથી ઓર્ડર બુક કરવાના સ્ટેપ્સ:
- સૌ પ્રથમ યુઝરે પોતાના મોબાઈલમાં +91 88500 08000 નંબર સેવ કરવાનો રહેશે.
- ત્યારબાદ વ્હોટ્સએપ પર સેવ કરેલા નંબરને Hi મેસેજ સેન્ડ કરવાને રહેશે. ત્યારબાદ યુઝરને એક ઓટો જનરેટેડ મેસેજ સાથે એક લિંક મળશે.
- આ લિંક ઓપન કરી યુઝરે 30 મિનિટની અંદર પોતાની બેઝિક માહિતી સબમિટ કરવાની રહેશે.
- ત્યારબાદ ડેડિકેટેડ બ્રાઉઝર પરથી નજીકની કરિયાણાની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓની પસંદગી કરી ઓર્ડર પ્લેસ કરવાનો રહેશે.
- ઓર્ડર કન્ફર્મ કર્યા બાદ યુઝરે 48 કલાકની અંદર પસંદગી કરેલી દુકાનમાંથી ડિલિવરી લેવાની રહેશે.
- જિઓમાર્ટ યુઝરને દુકાનનુ લોકેશન પણ બતાવે છે.
- આ સર્વિસનો ઉપયોગ યુઝર સાંજે 7 વાગ્યા પહેલાં કરવાનો રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bCJ1xk
No comments:
Post a Comment