Monday, 27 April 2020

રિઅલમીના એક્ટ્રેક્ટિવ લુક ધરાવતા અપકમિંગ સ્માર્ટફોનની તસવીરો સામે આવી, ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા મળશે

ચાઈનીઝ ટેક કંપની રિઅલમીના અપકમિંગ સ્માર્ટફોનની તસવીરો સામે આવી છે. ચાઈનીઝ માઈક્રો બ્લોગિંગ સાઈટ વીબો પર એક્ટ્રેક્ટિવ લુક ધરાવતા સ્માર્ટફોનની તસવીરો શેર કરવામાં આવી છે. ભારતીય ટેક ટિપ્સ્ટર ઈશાન અગ્રવાલે પણ આ તસવીરો શેર કરી છે. કોરિયન ટેક કંપની LG તેનો સ્ટાઈલિશ સ્માર્ટફોન ‘વેલ્વેટ ’7મે એ લોન્ચ કરવાની છે. તેને ટક્કર આપવા માટે રિઅલમીનો આ અપકમિગ ફોન પણ એક્ટ્રેક્ટિવ અને કૂલ લુક ધરાવે છે.

ફોનમાં 3 રિઅર કેમેરા સેટઅપ મળશે

  • વીબો પર શેર કરવામાાં આવેલી તસવીરો અનુસાર આ અપકમિંગ ફોનમાં 3 રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • ફોનની બેકમાં મિડલ પર મેટાલિક સ્ટ્રિપ મળશે તેની અંદર કંપનીનો લોગો અને રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • ફોનનાં બોટમમાં સાઉન્ડ ગ્રિલ અને USB ટાઈપ-સી પોર્ટ મળશે.
  • ફોનનાં બ્લેક અને ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
  • રિઅલમીના અન્ય ફોનની સરખામણીએ આ ફોનની પહોળાઈ વધારે હશે.
  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ, અનુસાર ફોનમાં 6.7 ઈંચની ડિસ્પ્લે અને 64MPનો રિઅર કેમેરા મળી શકે છે.
  • જોકે આ ફોનનું નામ, કિંમત અને લોન્ચ વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
pictures of an upcoming smartphone with an attractive look from Realme shows up, the phone will have a triple rear camera.


from Divya Bhaskar https://ift.tt/2Y9zTMX

No comments:

Post a Comment