Sunday, 26 April 2020

BSNLએ વર્ક ફ્રોમ હોમ પ્લાનની વેલડિટી 19મે સુધી વધારી તો બીજી તરફ વોડાફોન-આઈડિયાએ ડબલ ડેટા ઓફર ફરી શરૂ કરી

કોરોનાવાઈરસ સામેની લડાઈમાં લાગુ કરાયેલા લોકડાઉનને લીધે ટેલિકમ્યૂનિકેશ કંપનીઓ પોતાના પ્લાન્સમાં ઘણા ફેરફાર લાવી રહી છે. દેશની મોટા ભાગની ટેલિકોમ કંપનીઓએ પ્રિપેઈડ પ્લાનની વેલિડિટી 3મે સુધી વધારી છે. સરકારી ટેલિકોમ કંપની BSNLએ ગત મહિને બ્રોડબેન્ડ યુઝર્સ માટે વર્ક ફ્રોમ હોન પ્લાનની જાહેરાત કરી હતી. હવે કંપનીએ તેની વેલિડિટી 19મે સુધી વધારી છે.

BSNLના વર્ક ફ્રોમ હોમ પ્લાનમાં લેન્ડલાઈન યુઝરને 10Mbpsની સ્પીડનો 5GB ડેટા પ્લાન 1 મહિના સુધી ફ્રીમાં મળે છે. ડેટા લિમિટ પૂરી થઈ ગયા બાદ યુઝરને 1Mbps સ્પીડ મળે છે. હવે આ પ્લાનની વેલિડિટી 19 મે સુધી કરવામાં આવી છે. દેશમાં તમામ સર્કલને આ પ્લાનનો લાભ મળશે.

વોડાફોન આઈડિયાએ ડબલ ડેટા ઓફર શરૂ કરી

વોડાફોન- આઈડિયાએ 299 રૂપિયા, 449 રૂપિયા અને 699 રૂપિયાના પ્રિપેઈડ પ્લાન પર ડબલ ડેટા ઓફર શરૂ કરી છે. આ પ્લાનનું રિચાર્જ કરાવવા પર યુઝર ડબલ ડેટાનો ઉપયોગ કરી શકશે. જોકે આ પ્લાનનો લાભ આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, નોર્થ ઈસ્ટ, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશને નહીં મળે. અન્ય સર્કલના યુઝર્સ ડબલ ડેટાનો લાભ ઊઠાવી શકશે.

299 રૂપિયા, 449 રૂપિયા અને 699 રૂપિયાના પ્રિપેઈડ પ્લાન પર પ્રતિ દિવસ 1.5GBનો ડેટા મળે છે, ક્રમશ: પ્લાનની વેલિડિટી 28 દિવસ, 56 દિવસ અને 84 દિવસની છે. ડબલ ડેટા ઓફર અંતર્ગત ગ્રાહકો પ્રતિ દિવસ 3GB ડેટાનો લાભ મેળવી શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
BSNL extends validity of work from home plan till May 19, while Vodafone-Idea resumes double data offer


from Divya Bhaskar https://ift.tt/2zxQ2S3

No comments:

Post a Comment