Thursday, 23 April 2020

LGનો એક્ટ્રેક્ટિવ ડિઝાઈન ધરાવતો સ્માર્ટફોન ‘વેલવેટ’ 7મે એ લોન્ચ થશે, ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા અને સ્નેપડ્રેગન 765G પ્રોસેસર મળશે

સાઉથ કોરિયન ટેક કંપની LG તેનો નેક્સ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન ‘વેલવેટ’ 7મે એ લોન્ચ કરશે. એક્ટ્રેક્ટિવ લુક અને પ્રિમિયમ ટચ ધરાવતા ફોનનાં લોન્ચિંગ વિશે કંપનીએ વીડિયો ટીઝર રીલિઝ કરી માહિતી આપી છે. આ અગાઉ અટકળો હતી કે કંપની 15મે એ વેલલેટ લોન્ચ કરશે પરંતુ કંપનીએ અટકળોને વિરામ આપતા તેની ઓફિશિયલ લોન્ચિંગ ડેટ કન્ફર્મ કરી છે. કંપનીના ઓફિશિયલ ફેસબુક અને યુટ્યુબ પેજ પર ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા ફોનનું લોન્ચિંગ થશે.

LG કંપની વેલવેટનો અગાઉ એક વીડિયો ટીઝર રીલિઝ કરી ચૂકી છે. તે મુજબ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા અને સ્નેપડ્રેગન 765G પ્રોસેસર મળશે. ફોનનાં રેડ, ગ્રીન, બ્લેક અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.

‘વેલવેટ’માં બેક અને ફ્રન્ટ બંને સાઈડ સિમિટ્રેકિલ કર્વ્સ મળશે

  • ‘વેલલેટ’ની બેક પેનલમાં વર્ટિકલ પોઝિશનમાં LED ફ્લેશલાઈટ સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • ફોનમાં સિંગલ ફ્રન્ટ કેમેરા મળશે.
  • કંપની ‘LG વેલવેટ’ને એક્ટ્રેક્ટિવ લુક અને પ્રિમિયમ ટચ આપશે.
  • આ સ્માર્ટફોનમાં ન્યૂ રેઈન ડ્રોપ કેમેરા મળશે. ‘વેલવેટ’માં બેક અને ફ્રન્ટ બંને સાઈડ સિમિટ્રેકિલ કર્વ્સ મળશે. કંપનીએ તેને ‘3D આર્ક ડિઝાઈન’ નામ આપ્યું છે.
  • ફોનનાં ટોપ પર સિમ કાર્ડ સ્લોટ, 3.5mmનો ઓડિયો જેક અને બોટમમાં USB ટાઈપ-સી પોર્ટ મળશે.
  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. ફોનમાં 6.7 અને 6.9 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે.
  • સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળી શકે છે.
  • ફોનમાં 4,000mAhની બેટરી મળી શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
LG's attractive design smartphone 'Velvet' will be launched on May 7, the phone will have a triple rear camera and a Snapdragon 765G processor.


from Divya Bhaskar https://ift.tt/2VWHNGr

No comments:

Post a Comment