Saturday, 4 April 2020

SBIએ ગ્રાહકો માટે ડોર સ્ટેપ સર્વિસ શરૂ કરી, ઘરે બેઠા બેંકિંગ સંબંધિત સુવિધા મળશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ કોરોનાવાઈરસના કારણે લોકોને પડી રહેલી હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ડોર સ્ટેપ સુવિધા શરૂ કરી છે. આ સુવિધા અંતર્ગત ગ્રાહકો ઘરે બેઠા પોતાનું બેંકિંગનું કામ પૂર્ણ કરી શકે છે. જો બેંકના ગ્રાહકોને રોકડની જરૂર હોય છે, તો બેંક ગ્રાહકોને ઘરે પણ રોકડ પહોંચાડશે. અગાઉ આ સુવિધા સિનિયર સીટીઝન અને દિવ્યાંગ લોકો માટે હતી. જો કે, ડોરસ્ટેપ બેંકિંગ સર્વિસનો લાભ માત્ર તે ગ્રાહકોને મળશે જેમની KYC (નો યોર કસ્ટમર) કરાવામાં આવ્યું હશે. તે ઉપરાંત આ સુવિધાનો લાભ લેવા માટે તમારે હોમ બ્રાંચમાં રિક્વેસ્ટ કરવી પડશે.

આ સુવિધા સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો

  • આ સુવિધા અંતર્ગત રોકડ આપવાની અને લેવાની, ચેક આપવાની, ડ્રાફ્ટ ની ડિલિવરી, ટર્મ ડિપોઝિટ એડવાઈઝરી ડિલિવરી અને લાઈફ સર્ટિફિકેટ જેવી સુવિધાઓ સામેલ છે.
  • આ સુવિધાનો લાભ સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી 1800111103 નંબર પર કોલ કરીને લઈ શકાય છે. સર્વિસ રિક્વેસ્ટ માટે રજિસ્ટ્રેશન હોમ બ્રાંચ પર થશે.
  • નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે 60 હજાર રૂપિયા અને જીએસટી સહિત વિઝિટ ચાર્જ ચૂકવવો પડશે.
  • નાણાકીય વ્યવહારો માટે 100 રૂપિયા અને જીએસટી પ્રતિ વિઝિટ ચાર્જ લાગશે.
  • રોકડ ઉપાડ અને રોકડ જમા માટે પ્રતિ દિવસ પ્રતિ ટ્રાન્ઝેક્શન 20 હજાર રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
  • આ સેવાઓ માટે ખાતાધારકે હોમ બ્રાંચથી 5 કિમીના અંતરમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની સાથે હાજર રહેવું પડશે.
  • જોઈન્ટ અકાઉન્ટ, નોન-પર્સનલ અને માઈનોર (નાના) અકાઉન્ટ પણ આ સુવિધાનો લાભ નહીં ઉઠાવી શકે.
  • ઉપાડ ફક્ત ચેક અથવા પાસબુક દ્વારા કરી શકાય છે.

આ બેંકો પણ આપી રહી છે ડોર સ્ટેપ સર્વિસ
HDFC,ICICI બેંક, એક્સિસ બેંક, કોટક બેંક પણ તેમના ગ્રાહકોને ડોર સ્ટેપ બેંકિંગ સર્વિસ પ્રદાન કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
SBI launches Door Step Service for customers, will get banking related facilities at home


from Divya Bhaskar https://ift.tt/2RblP0T

No comments:

Post a Comment