
કોવિડ-19 મહામારીન સામનો કરવા માટે વિશ્વભરમાં સોશિયલ ડિસ્ટન્સિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કોઈપણ જાહેર સ્થળે ફક્ત બે વ્યક્તિઓ વચ્ચે અંતર રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી સંક્રમણનું જોખમ ઓછું રહે. હવે તેને ધ્યાનમાં રાખતા ગૂગલ એક નવું પગલું ભરવા જઈ રહ્યું છે. ગૂગલના જણાવ્યા પ્રમાણે, તમામ દેશોની સરકારને એક એવો ડેટા પ્રદાન કરશે, જેનાથી લોકેશનના આધારે જાણી શકાશે કે કઈ જગ્યાએ લોકોની સંખ્યા વધુ છે.
131 દેશોને માહિતી પૂરી પાડવામાં આવશે
તેના માટે ગૂગલ તેના યુઝર્સના લોકેશનના આધાર પર ડેટા તૈયાર કરશે. આ રિપોર્ટમાં એક ખાસ વેબસાઈટ દ્વારા 131 દેશોને માહિતી ઉબલબ્ધ કરાવવામાં આવશે. ભારત પણ આ લિસ્ટમાં સામેલ છે. ભૌગોલિક આધારે લોકોના લોકેશનના આધાર પર તેમની મૂવમેન્ટ ટ્રેન્ડ વિશે જાણકારી એકત્રિત કરવામાં આવશે. ગૂગલે તેના એક બોલ્ગમાં આ જાણકારી આપી છે.
વિઝિટર્સની સંખ્યા વિશે કોઈ માહિતી આપવામાં આવશે નહીં
યુઝર્સ મૂવમેન્ટ ટ્રેન્ડથી જાણી શકાશે કે એક જ જગ્યાએ લોકોની સંખ્યા કેવી રીતે ઓછી થઈ રહી છે અને વધી રહી છે. જો કે, કોઈ ચોક્કસ સ્થળે મુલાકાતીઓની કુલ સંખ્યા વિશે કોઈ માહિતી આપવામાં આવશે નહીં. ગૂગલના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, 'અમને આશા છે કે, આ રિપોર્ટની મદદથી કોવિડ-19 મહામરાની રોકવામાં મદદ મળશે'.
ટ્રાફિક જામની જેમ માહિતી ઉપલબ્ધ થશે
અધિકારીના જણાવ્યા પ્રમાણે, 'આ જાણકારીની મદદથી અધિકારી જરૂરી વસ્તુઓ માટે લોકોની અવરજવર પર નજર રાખી શકશે અને જરૂર પડે ત્યારે યોગ્ય પગલાં લઈ શકે છે'. જે રીતે રોડ પર ટ્રાફિક જામ વિશે ગૂગલ જાણકારી આપે છે, તેવી જ રીતે તેના વિશે પણ માહિતી આપવામાં આવશે.
ઘણા દેશોમાં ઈલેક્ટ્રોનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે
બ્લોગમાં ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ વ્યક્તિનું લોકેશન, કોન્ટેક્સ જેવી વ્યક્તિગત માહિતી આપવામાં આવશે નહીં. ચીનથી સિંગાપોર અને અને ઇઝરાઇલ સુધીની સરકારે ઈલેક્ટ્રોનિક મોનિટરિંગનો આદેશ આપ્યો છે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગને પ્રોત્સાહન મળી શકે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dXCsqW
No comments:
Post a Comment