
યુટ્યૂબમાં એક નવું ફીચર આવવા જઈ રહ્યું છે, જેમાં હવે ટિકટોકની જેમ જ શોર્ટ વીડિયો બનાવી શકાશે. શોર્ટ વીડિયો મેકિંગ પ્લેટફોર્મ ટિકટોકની પોપ્યુલારિટીએ ગૂગલની ચિંતા વધારી દીધી છે. આ જ કારણ છે કે ગૂગલ હવે તેના વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબનું એક સ્પેશિયલ વર્ઝન Shorts લાવવાની તૈયારી કરી રહ્યું છે. ગૂગલ આ ફીચર યુઝર્સને પોતાની તરફ ખેંચવા લાવી રહ્યું છે. Shorts ફીચર દ્વારા યુઝર મોબાઇલ એપની અંદર જ ટિકટોકની જેમ નાના વીડિયોઝ અપલોડ કરી શકશે.
ટિકટોકના યુઝર્સ ઝડપથી વધી રહ્યા છે
ટિકટોક વર્ષ 2016માં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેનું ગ્લોબલ લોન્ચિંગ વર્ષ 2018માં થયું. આ એપમાં યુઝર 3 સેકંડથી 60 સેકંડનો વીડિયો બનાવીને અપલોડ કરે છે. ટિકટોકે મોબાઇલ એપના લોન્ચિંગ સાથે જ યુઝર્સને ક્રેઝી કરી નાખ્યા અને જોતજોતામાં તો ટિકટોક યુઝર્સની સંખ્યા કરોડોમાં પહોંચી ગઈ.
યુટ્યુબ યુઝર ટિકટોક પર ડાયવર્ટ થઈ રહ્યા છે
ગૂગલનું સૌથી મોટું ટેન્શન એ છે કે તેના યુટ્યુબ યુઝર્સ અને ક્રિએટર્સ ધીમે-ધીમે ટિકટોક પર શિફ્ટ થઈ રહ્યા છે. તાજેતરમાં જ અનેક યુટ્યુબર્સે તેમનું ટિકટોક અકાઉન્ટ બનાવ્યું છે અને તેની પર શોર્ટ વીડિયો અપલોડ કરવાનું શરૂ પણ કરી દીધું છે. ગૂગલ તેના યૂટ્યબ વીડિયો ક્રિએટર્સ અને ઓડિયન્સ ગૂમાવવા નથી માગતું અને એટલે જ તે નવાં પ્લેટફોર્મ Shorts પર કામ કરી રહ્યું છે.
યુટ્યુબ પર મ્યૂઝિકના અનેક ઓપ્શન્સ
જો કે, ટિકટોક કરતાં યુટ્યુબ Shortsનો પ્લસ પોઇન્ટ એ રહેશે કે તેની પાસે લાઇસન્સ વીડિયો, ઓડિયો અને મ્યૂઝિકની સંખ્યા બહુ વધારે છે. એવામાં ક્રિએટર્સે તેના વીડિયો બનાવવા માટે લાખો મ્યૂઝિકના ઓપ્શન્સ મળી જશે.
ટૂંક સમયમાં ટિકટોકનો યુઝર બેઝ યુટ્યુબ સમાન
વિશ્વભરમાં ટિકટોકના એક્ટિવ યુઝર્સની સંખ્યા 50 કરોડ છે. જો કે, આ યુટ્યુબના એક્ટિવ યુઝર્સથી બહુ ઓછી છે. પરંતુ જે ઝડપથી ટિકટોક યુઝર્સ વધી રહ્યા છે તેને જોઇને કહી શકાય કે યુઝર બેઝના મામલે ટિકટોક ટૂંક સમયમાં યુટ્યુબને સમાંતર આવી જશે. આ વર્ષના અંત સુધીમાં યુટ્યુબમાં આ નવું ફીચર એડ થઈ જવાની શક્યતા છે. જેમાં યુઝર્સ 15 સેકંડથી 60 સેકંડના વીડિયોઝ બનાવી શકશે. આ ફીચર એન્ડ્રોઇડ અને IOS બંનેમાં અવેલેબલ થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2R6SxjY
No comments:
Post a Comment