
વિયરેબલ ડિવાઈસ બનાવનારી અમેરિકન કંપની ફિટબિટએ ભારતમાં નવો ‘ફિટબિટ ચાર્જ 4’ લોન્ચ કર્યો છે. તેની ડિઝાઈન પહેલા જેવી જ છે પરંતુ તેમાં ઘણા લેટેસ્ટ અને એડવાન્સ ફીચર જોવા મળશે. તેની વિશેષતા એ છે કે તે ફંક્શનેલિટીથી સજ્જ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, સિંગલ ચાર્જમાં તે 7 દિવસ સુધી ચાલશે. તે ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે અને તેનું સ્પેશિયલ એડિશન બ્લેક ક્લાસિક બેન્ડની સાથે આવશે. તેને એરોસ્પેસ ગ્રેડ એલ્યુમિનિયમથી બનાવવામાં આવ્યું છે. તેમાં સ્લીપ ટ્રેકિંગ અને ફિટબિટ-પે જેવા ફીચર્સ પણ મળશે.
ફિટબિટ ચાર્જ 4: કિંમત અને ઉપલબ્ધતા
ફિટબિટ ચાર્જ 4ના બ્લેક, રોઝવૂડ અને સ્ટોર્મ બ્લેક/બ્લૂ કલર વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. તેના સ્પેશિયલ એડિશન ગ્રેનાઈટ રિફ્લેક્ટિવ/બ્લેક વુવન કલર વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. લોકડાઉનના કારણે અત્યારે તેના વેચાણની તારીખ નક્કી કરવામાં આવી નથી પરંતુ તેને આ મહિનાથી ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોરથી ખરીદી શકાય છે. પ્રેસ રિલીઝના અનુસાર, તેના પ્રીમિય કસ્ટમર્સને 90 દિવસની ટ્રાયલ પણ આપવામાં આવશે. તેને 819 રૂપિયાના માસિક અથવા 6,999 રૂપિયાના વાર્ષિક હપ્તા પર લઈ શકાય છે
ફિટબિટ ચાર્જ 4: ફીચર્સ અને સ્પેસિફિકેશન
બેન્ડમાં OLED ટચસ્ક્રીન છે. કંપનીનો દાવો છે કે, સિંગલ ચાર્જમાં તે 7 દિવસ સુધી ચાલશે. સતત GPS ચાલુ રાખવા પર તે 5 કલાક સુધી કામ કરશે. ચાર્જ થવામાં તેને બે કલાકનો સમય લાગે છે.
તે બ્લૂટૂથ 4.0 ક્નેક્ટિવિટીથી સજ્જ છે. તે વોટર રેજિસ્ટેન્ટ છે અને 50 મીટર ઉંડા પાણીમાં પણ તે કામ કરે છે. તેમાં 24x7 હાર્ટ રેટ મોનિટરિંગ ફીચર પણ છે.
તેમાં 3 એક્સિસ એક્સીરેલોમીટર, ઓપ્ટિકલ હાર્ટ રેટ મોનિટર, GPS, એનએફસી અને એલ્ટીમીટર જેવા સેન્સર છે. તેમાં વાઈબ્રેશન મોટર પણ છે.
બેન્ડમાં સ્પોટિફાઈ એપ પર ચાલતા મ્યૂઝિક પણ કંટ્રોલ કરી શકાશે. તેના પર કોલ, મેસેજ, રિમાઈન્ડર સહિત ઘણા નોટિફિકેશન અલર્ટ મળશે.
ડિજિટલ પેમેન્ટ માટે તેમાં ફિટબિટ -પે ફીચર પણ છે, તેમાં યુઝર તેમના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડને ફિટબિટ વોલેટથી કનેક્ટ કરી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bKCkcm
No comments:
Post a Comment