અમેરિકન ટેક કંપની મોટોરોલાએ તેનો 5G ફ્લેગશિપ સ્માર્ટફોન ભારતમાં 19મે એ લોન્ચ કર્યો હતો. આજથી અર્થાત મંગળવારથી ફોનનું વેચાણ શરૂ થયું છે. ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી ગ્રાહકો ફોનની ખરીદી કરી શકશે. ફોનનું 12GB+ 256GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 74,999 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પર ICICI બેંકનાં ક્રેડિટકાર્ડથી ખરીદી કરવા પર 7500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ફોનની ખાસ વાત એ છે કે તેમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે.
કિંમત અને ઓફર
- ફોનનું 12GB+ 256GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 74,999 રૂપિયા છે.
- લોન્ચિંગ ઓફર અંતર્ગત ફ્લિપકાર્ટ પર ICICIનાં ક્રેડિટ કાર્ડ પર 7500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
- ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડનાં ગ્રાહકોને 5%નું ડિસ્કાઉન્ટ મળશે.
- આ સિવાય પ્રતિમાસ 6,250રૂપિયાથી શરૂ થતી ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે.
- એક્સચેન્જ ઓફર હેઠળ ગ્રાહકોને 13,250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
મોટોરોલા એજ પ્લસ’નાં બેઝિક ફીચર્સ
- ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર અને સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, બ્લુટૂથ 5.0, Wi-Fi 802.11 a/b/g/n/ac, GPS, AGPS અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
- ‘મોટોરોલા એજ પ્લસ’માં NFC સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
- ફોનમાં 90Hz રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પલે મળશે.
- ફોનમાં 10X ડિજિટલ ઝૂમ,નાઈટ મોડ, સ્લો મોશન (120fps) સહિતનાં કેમેરા ફીચર્સ મળશે.
‘મોટોરોલા એજપ્લસ’નાંબેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લેસાઈઝ |
6.7 ઈંચ |
|
ડિસ્પ્લેટાઈપ |
ફુલ HD+ OLED HDR10+ (2340 x 1080) રિઝોલ્યુશન |
|
OS |
એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 SoC |
|
રિઅર કેમેરા |
108MP + 16MP + 8MP |
|
ફ્રન્ટ કેમેરા |
25MP |
|
રેમ |
12GB |
|
સ્ટોરેજ |
256GB |
|
બેટરી |
5,000mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ, 15 વૉટ વાયરલેસ ચાર્જિંગ |
|
વજન |
203 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TDsBxP
No comments:
Post a Comment