
ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ચીનમાં મોસ્ટ અવેઈટેડ ‘રિઅલમી X50 પ્રો પ્લેયર એડિશન’ 5G સ્માર્ટફોન ચીનમાં સોમવારે લોન્ચ કર્યો છે. તેનાં 3 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 6GB + 128GB બેઝિક વેરિઅન્ટની કિંમત 2,999 ચીની યુઆન (આશરે 32,000 રૂપિયા) છે. ફોનમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા મળશે. ફોન HDR10+ સપોર્ટ અને ડોલ્બી સાઉન્ડ સપોર્ટ મળે છે.
કિંમત અને વેરિઅન્ટ
6GB + 128GB: 2,999 ચીની યુઆન (આશરે 32,000 રૂપિયા)
8GB + 128GB: 3,299 ચીની યુઆન (આશરે 35,000 રૂપિયા)
12GB + 256GB: 3,599 ચીની યુઆન (આશરે 38,000 રૂપિયા)
ચીનમાં ફોનનું પ્રિ બુકિંગ શરૂ થયું છે. તેનું વેચાણ 1 જૂનથી શરૂ થશે. જોકે ભારતમાં તેને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
‘રિઅલમી X50 પ્રો પ્લેયર’ 5Gનાં બેઝિક ફીચર
- ફોનમાં ડોલ્બી ઓડિયો અને હાઈ રેડ ઓડિયો સ્પીકર મળશે.
- સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈફાઈ 6, બલુટૂથ, GPS, 5G, LTE, USB અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
- ફોનમાં હાઈપરબૂસ્ટ ગેમિંગ મોડ મળશે.
‘રિઅલમી X50 પ્રો પ્લેયર એડિશન’ 5Gનાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ |
6.44 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ |
AMOLED વિથ HDR10+ |
OS |
એન્ડ્રોઈડ 10 |
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 |
રિઅર કેમેરા |
48MP + 8MP + 2MP + 2MP |
ફ્રન્ટ કેમેરા |
16MP + 2 MP |
રેમ |
6GB/8GB/12GB |
સ્ટોરેજ |
128GB/256GB |
બેટરી |
4200mAh વિથ 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3c1nkX9
No comments:
Post a Comment