Wednesday, 27 May 2020

શાઓમીએ રેડમી 10X 10X પ્રો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યાં, બંનેમાં 10Xમાં ત્રણ અને 10X પ્રોમાં ચાર રિઅર કેમેરા મળશે

શાઓમીએ તેના રેડમી 10X 5G સિરીઝ સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરી દેવાયાં છે. તેમાં રેડમી 10X અને 10X પ્રો સામેલ છે. બંને જ ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 820 પ્રોસેસરથી સજ્જ છે. 10Xમાં ત્રણ રિઅર કેમેરા આપવામાં આવ્યા છે જ્યારે 10X પ્રોમાં ચાર રિઅર કેમેરા મળશે. બંને ફોન ડ્યુઅલ બેન્ડ 5G સપોર્ટ કરે છે અને સિક્યોરિટી માટે ઇન ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે. કંપનીએ સાથે રેડ 10Xનું 4G મોડેલ પણ લોન્ચ કર્યું છે, જેને રેડમી નોટ 9નું રિબ્રાંડ વેરિઅન્ટ પણ કહેવામાં આવી રહ્યું છે.

રેડમી 10X સિરીઝઃ ચીનમાં વેરિઅન્ટ પ્રમાણે કિંમત

રેડમી 10X 5G
6 GB રેમ + 64 GB સ્ટોરેજ 16,900 રૂપિયા
6 GB રેમ + 128 GB સ્ટોરેજ 19,100 રૂપિયા
6 GB રેમ + 128 GB સ્ટોરેજ 22,200 રૂપિયા
8 GB રેમ + 256 GB સ્ટોરેજ 25,400 રૂપિયા
રેડમી 10X પ્રો 5G (બ્લુ, વાયોલેટ, ગોલ્ડ કલર ઓપ્શન)
8 GB રેમ + 128 GB સ્ટોરેજ 25,400 રૂપિયા
8 GB રેમ + 256 GB સ્ટોરેજ 25,500 રૂપિયા
રેડમી 10X 4G (બ્લુ, ગ્રીન અને વ્હાઇટ કલર ઓપ્શન)
4 GB રેમ + 128 GB સ્ટોરેજ 10,500 રૂપિયા
6 GB રેમ + 128 GB સ્ટોરેજ 12,700 રૂપિયા

રેડમી 10X 5G બેઝિક સ્પેસિફિકેશન્સ

  • ડ્યુઅલ સિમ (નેનો) રેડમી 10X 5G એન્ડ્રોઇડ 10OS બેઝ્ડ MIUI 12 પર કામ કરે છે અને તેમાં HDR10 અને 600nits બ્રાઇટનેસવાળી 6.57 ઇંચની ફુલ HD+ (1,080x2,400 પિક્સલ) ડિસ્પ્લે સામેલ છે.
  • આ માલી-G57 MC5 GPU સાથે આવે છે અને 7nm મીડિયાટેક ડાઇમેન્સિટી 820 પ્રોસેસર પર કામ કરે છે. ફોનમાં 8GB સુધીની રેમ અને 256GB સુધી ઇન્ટરનલ સ્ટોરેજ છે.
  • ફોટોગ્રાફી માટે તેમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા અને 5 મેગાપિક્સલ મેક્રો કેમેરાવાળો ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. ફ્રંટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, જે વોટરડ્રોપ સ્ટાઇલ નોચની અંદર આવેલો છે.
  • તેમાં 4,520mAh બેટરી છે, જે 22.5W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ મોડ 5G સપોર્ટ, બ્લુટૂથ v5.1, NFC, GPS, 3.5mm ઓડિયો જેક, USB ટાઇ-C પોર્ટ અને વાઇ-ફાઇ 802.11 ફીચર્સ આપવામાં આવ્યાં છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

રેડમી 10X Pro 5G બેઝિક સ્પેસિફિકેશન્સ

  • ડ્યુઅલ સિમ (નેનો) રેડમી 10X Pro 5G એન્ડ્રોઇડ 10OS પર બેઝ્ડ MIUI 12 પર ચાલે છે અને તેમાં HDR10 અને 600nits બ્રાઇટનેસવાળી 6.57 ઇંચની ફુલ HD+ (1,080x2,400 પિક્સલ) ડિસ્પ્લે સામેલ છે.
  • આ માલી-G57 MC5 GPU સાથે આવે છે અને 7nm મીડિયાટેક ડાઇમેન્સિટી 820 પ્રોસેસર પર કામ કરે છે. ફોનમાં 8GB સુધીની રેમ અને 256GB સુધીનું ઇન્ટરનલ સ્ટોરેજ છે.
  • ફોટોગ્રાફી માટે તેમાં ચાર રિઅર કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલ મેક્રો કેમેરા અને 3x ઓપ્ટિકલ, 5x હાઇબ્રિડ ઝૂમ અને 30x ડિજિટલ ઝૂમ સપોર્ટવાળું 8 મેગાપિક્સલ ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. ફ્રંટમાં 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, જે વોટરડ્રોપ સ્ટાઇલ નોચની અંદર આવેલો છે.
  • તેમાં 4,520mAh બેટરી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં SA/NSA ડ્યુઅલ 5G સપોર્ટ, બ્લુટૂથ v5.1, NFC, GPS, 3.5 મિલિમીટર ઓડિયો જેક, USB टाइप-C पोर्ट वाइ-फाइ 802.11 ફીચર્સ આપવામાં આવ્યાં છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi launches Redmi 10X 10X Pro 5G smartphone, both will have three rear cameras in the 10X and four in the 10X Pro


from Divya Bhaskar https://ift.tt/36AcF4P

No comments:

Post a Comment