
લોકડાઉનની પરિસ્થતિમાં હાલ વીડિયો અનેઓડિયો કોલિંગ એપ્સનો ઉપયોગ વધી ગયો છે. યુઝર્સ વોટ્સએપ, ઝૂમ, ગૂગલ મીટ અને ગૂગલ ડુઓ જેવી એપ પર વીડિયો કોલિંગ કરી રહ્યા છે. ફેસબુકે પોતાની પ્રથમઓડિયો કોલિંગ એપ ‘કેચઅપ’ લોન્ચ કરી છે. આ એપમાં એકસાથે 8 યુઝર્સ ઓડિયો કોલિંગ કરી શકશે. આ એપને કંપનીની NPE ટીમે બનાવી છે.એપની ખાસ વાત એ છે કે, તે ઓડિયો કોલિંગ પહેલાં જ જાણ કરી દેશે કે યુઝર અવેલેબલ છે કે નહિ. આ એપનો ઉપયોગ કરવા માટે ફેસબુક અકાઉન્ટ હોવું જરૂરી નથી. કંપની હાલ અમેરિકામાં એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઇસ પર ટેસ્ટિંગ કરી રહી છે.કેચઅપએપ આઈઓએસ યુઝર માટે એપ સ્ટોર પરઅવેલેબલ છે.
ઓડિયો કોલિંગ કરવા શું કરવું?
- સૌપ્રથમ વીડિયો કોલ માટે યુઝરે એપ ઓપન કરવી
- ક્રિએટ કોલમાં જઈને જે લોકોને ઓડિયો કોલ સાથે કનેક્ટ કરવા હોય તેમને સિલેક્ટ કરવા
- હવે ક્રિએટ કોલ પર ક્લિક કરીને ઓડિયો કોલ કરી શકો છો
- આ એપમાં વીડિયો કોલ મર્જ કરવાનું ફીચર પણ છે
ફેસબુક મેસેન્જર પર 50 લોકો એકસાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે. ફેસબુકે આ ફીચર એપ્રિલ મહિનામાં લોન્ચ કર્યું હતું, હાલ યુઝર આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. મેસેન્જર રૂમ વીડિયો કોલિંગમાં કોઈ પણ યુઝર ઇનવાઈટ લિંકની મદદથી વીડિયો કોલમાં જોડાઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gtL3Te
No comments:
Post a Comment