Saturday, 2 May 2020

‘વન પ્લસ Z’ સ્માર્ટફોનમાં 5G સપોર્ટ કરતું સ્નેપડ્રેગન 765 પ્રોસેસર મળી શકે છે

તાજેતરમાં જ ચાઈનીઝ ટેક કંપની વન પ્લસે તેની ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ ‘વન પ્લસ 8’ લોન્ચ કરી છે. હવે કંપની તેના લાઈટ વર્ઝનનાં લોન્ચિંગની તૈયારીમાં છે. લાઈટ વર્ઝનનો આ સ્માર્ટફોન ‘વન પ્લસ Z’ અથવા ‘વન પ્લસ 8 લાઈટ’ નામથી લોન્ચ થઈ શકે છે. ટેક ટિપ્સ્ટર મેક્સ જેના લીક અનુસાર આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 765 પ્રોસેસર મળી શકે છે.

મેક્સે કરેલાં ટ્વીટ અનુસાર સ્નેપડ્રેગન 765 પ્રોસેસર 5G સપોર્ટ કરશે. અગાઉ મેક્સે ટ્વીટ કરી માહિતી આપી હતી કે ‘વન પ્લસ Z’ સ્માર્ટફોન જૂલાઈ મહિનામાં લોન્ચ થઈ શકે છે.

ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે

  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘વન પ્લસ 8 લાઈટ’ અથવા ‘વન પ્લસ Z’માં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે.
  • ફોનમાં 6.4 ઈંચની AMOLED ડિસ્પ્લે મળી શકે છે.
  • ફોનનાં 8GB + 128GB અને 8GB + 256GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી શકે છે.
  • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
  • ફોનની કિંમત 20,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
  • જોકે કંપનીએ ફોનનાં લોન્ચિંગ, કિંત અને સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી આપી નથી.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'One Plus Z' smartphone can be found with Snapdragon 765 processor supporting 5G May launch in july


from Divya Bhaskar https://ift.tt/3bW27ij

No comments:

Post a Comment