Monday, 25 May 2020

બ્લડ ઓક્સીજન લેવલ મોનિટરિંગ અને 14 સ્પોર્ટ મોડ સપોર્ટ કરતી અફોર્ડેબલ ‘રિઅલમી વોચ’ લોન્ચ થઈ, કિંમત ₹ 3,999

ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ સોમવારે ઓનલાઈન સ્ટ્રિમિંગમાં મલ્ટિપલ પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ પ્રોડક્ટમાં કંપનીની પ્રથમ સ્માર્ટવોચ ‘રિઅલમી વોચ’ લોન્ચ થઈ છે. તેની કિંમત માત્ર 3,999 રૂપિયા છે. અફોર્ડેબલ પ્રાઈઝની આ વોચ બ્લડ ઓક્સીજન લેવલ મોનિટરિંગ અને 14 સ્પોર્ટ મોડ સપોર્ટ કરે છે.

‘રિઅલમી વોચ’નાં બ્લેક ગ્રીન, રેડ અને બ્લૂ સ્ટ્રિપ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 5 જૂનથી ગ્રાહકો તેની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી કરી શકશે. તેનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન પ્રમાણે તેની કિંમત 10,000ની આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, પરંતુ તેની કિંમત માત્ર 3,999 રૂપિયા જ છે.

‘રિઅલમી વોચ’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • ‘રિઅલમી વોચ’માં 1.4 ઈંચની ટચ સ્ક્રીન કર્વ્ડ ડિસ્પ્લે મળશે. તે સ્ક્રેચ રઝિસ્ટન્સ છે. તેનું રિઝોલ્યુશન 320X320 પિક્સલ છે.
  • ડિસ્પ્લેમાં યુઝરને બાય ડિફોલ્ટ ટાઈમ/ડેટ, કેલરી બર્ન, હાર્ટ રેટ, વોક સ્ટેપ્સ અને વેધરની માહિતી મળશે.
  • આ વોચમાં ફૂટબોલ, વોક, રન, યોગા, ક્રિકેટ સહિનાં કુલ 14 સ્પોર્ટ મોડ મળશે.
  • હેલ્થ ફીચર તરીકે તેમાં રિઅલ ટાઈમ હાર્ટ રેટ મોનિટર અને બ્લડ ઓક્સીજન લેવલ મોનિટર મળશે.
  • ઓટોમેટિક કનેક્શન માટે તે રિઅલમી લિંક સપોર્ટ કરશે.
  • આ વોચ સેફ અનલોક અને કોલ રિજેક્શન ફીચર સપોર્ટ કરે છે.
  • તેમાં અલાર્મ, ઈન્કમિંગ કોલ અને એપ્સ નોટિફિકેશન મળશે. તે યુઝરને જગ્યા પરથી ઊભા થવા માટે અને પાણી પીવા માટે રિમાઈન્ડર આપશે.
  • વોચને IP68 રેટિંગ મળ્યું છે, અર્થાત તે વોટર અને ડસ્ટ રઝિસ્ટન્ટ છે.
  • તેમાં અન્ય સ્માર્ટવોચની જેમ મ્યૂઝિક કન્ટ્રોલ મળશે સાથે જ તેમાં કેમેરા કન્ટ્રોલ ફીચર મળશે. યુઝર સ્માર્ટવોચની મદદથી જ કનેક્ટેડ મોબાઈલ ફોનમાંથી ફોટો કેપ્ચર કરી શકશે.
  • વોચનું ડિસ્પ્લે બોક્સ બ્લેક કલરનું મળશે, તેની સ્ટ્રિપનાં રેડ, બ્લૂ અને ગ્રીન કલર ઓપ્શન મળશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0 મળશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Affordable 'Realme Watch' launches with blood oxygen level monitoring and 14 sport modes launched, priced at 3,999


from Divya Bhaskar https://ift.tt/2ZAnYZg

No comments:

Post a Comment