Monday, 25 May 2020

HDR 10 અને ડોલ્બી સાઉન્ડ સપોર્ટ કરતું ‘રિઅલમી સ્માર્ટ ટીવી’ લોન્ચ, શરૂઆતની કિંમત 12,999 રૂપિયા

ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ નાર્ઝો સિરીઝના મોબાઈલ લોન્ચિંગ બાદ લોકડાઉન પિરિયડમાં બીજી વખત ઓનલાઈન લોન્ચિંગ ઈવેન્ટ કરી છે. આ ઈવેન્ટમાં કંપનીનું પ્રથમ સ્માર્ટ ટીવી ‘રિઅલમી સ્માર્ટ ટીવી’ લોન્ચ થયું છે. તેનાં 32 ઈંચ અને 43 ઈંચ એમ બે વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 32 ઈંચનાં વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા અને 43 ઈંચનાં વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે. ગ્રાહકો 2જૂનથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકશે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

‘રિઅલમી સ્માર્ટ ટીવી’માં HDR 10 સપોર્ટ મળે છે. તેમાં એન્ડ્રોઈડ ટીવી 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક MSD6683 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 24 વૉટ ક્વાડ સ્ટીરિયો સ્પીકર્સ મળશે, જે ડોલ્બી સાઉન્ડ સપોર્ટ કરે છે.

‘રિઅલમી સ્માર્ટ ટીવી’નાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર

  • આ 32 ઈંચના ટીવીમાં HD 1366x768 પિક્સલ ધરાવતી ડિસ્પ્લે મળશે અને 43 ઈંચનાં ટીવીમાં ફુલ HD 1920x1080 પિક્સલનું રિઝોલ્યુશન મળશે.

  • ટીવીમાં 8.7mmના બેઝલ્સ મળશે. અર્થાત ટીવીની સ્ક્રીન અને બોડી વચ્ચે 8.7mmની જગ્યા રહેશે.
  • ટીવીમાં એન્ડ્રોઈડ ટીવી 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ મળશે, જે ગૂગલ પ્લે સ્ટોર સહિતની એપ્સનો એક્સેસ મળશે.
  • ટીવીની પિક બ્રાઈટનેસ 400 નિટ્સ છે, તે HDR10 સ્ટાન્ડર્ડ સુધી સપોર્ટ કરે છે.
  • ટીવીમાં 1GBની રેમ અને 8GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0, વાઈફાઈ, 3 HDMI પોર્ટ, 2 USB પોર્ટ, 1 LAN મળશે.
  • ટીવીનું રિમોર્ટ વન ટચ ગૂગલ અસિસ્ન્ટ સપોર્ટ કરશે.
  • ટીવીમાં નેટફ્લિક્સ, યુટ્યુબ, પ્રાઈમ વીડિયો સહિતની ઈન બિલ્ટ એપ મળશે.
  • મોબાઈલ ફોનનું કનેન્ટ ટીવીમાં જોવા માટે તેમાં ક્રોમકાસ્ટ પણ આપવામાં આવ્યું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Launch of 'Realm Smart TV' supporting HDR 10 and Dolby Sound, starting price Rs 12,999


from Divya Bhaskar https://ift.tt/2Xv5VRx

No comments:

Post a Comment