Monday, 25 May 2020

ઓસ્ટ્રેલિયન રિસર્ચર્સે સિંગલ ચિપથી પ્રતિ સેક્ન્ડે 44.2 ટેરાબાઈટની ઈન્ટરનેટ સ્પીડ રેકોર્ડ કરી

ઈન્ટરનેટની દુનિયામાં માઈલસ્ટોન કહી શકાય તેવી ઉપલબ્ધિ ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયાની મોનાશ, સ્વિનબર્ન અને RMIT યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ઓપ્ટિકલ ફાઈબર સિંગલ ચિપથી પ્રતિ સેકન્ડે 44.2 ટેરાબાઈટની ઈન્ટરનેટ સ્પીડ રેકોર્ડ કરી છે. આ સ્પીડથી તિ સેકન્ડે 1 હજાર HD મૂવી ડાઉનલોડ કરી શકાય છે. હાલ લોકડાઉન પિરિયડમાં વર્ક ફ્રોમ હોમના કલ્ચરમાં ઈન્ટરનેટની આવશ્યકતા વધી છે. તેથી આ ઉપલબ્ધિ ઈન્ટરનેટની દુનિયામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

બ્લેક ઓપ્ટિકલ ફાઈબર ટ્રાન્સમિશનથી મળી 44.2TBની સ્પીડ

  • અધધ ઈન્ટરનેટ સ્પીડ હાંસલ કરવા માટે સંશોધકો એ કોઈ પ્રયોગશાળાનો ઉપયોગ કર્યો નથી. માત્ર હાલના કમ્યૂનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી એક ચિપ દ્વારા 44.2TBની સ્પીડ હાંસલ કરી છે.
  • સંશોધકોએ આ ઈન્ટરનેટ સ્પીડ હાંસલ કરવા RMITના મેલબર્ન સિટી કેમ્પસ અને મોનાશ યુનિવર્સિટીના ક્લેટન કેમ્પસ વચ્ચે 76.6 કિલોમીટર સુધી બ્લેક ઓપ્ટિકલ ફાઈબર ટ્રાન્સમિશન ઊભુ કરાયું હતું.
  • ઈન્ટરનેટ સ્પીડ હાંસલ કરવા માટે માઈક્રો કોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં 80 લેઝર્સ અટેચ હતા.
  • મોનાશ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. બિલના જણાવ્યા અનુસાર, કમ્યૂનિકેશન નેટવર્કનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. આ ડેટાનો ઉપયોગ સેલ્ફ ડ્રાઈવિંગ કાર અને ફ્યુચર ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાય છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Australian researchers record Internet speed of 44.2 terabytes per second with a single chip


from Divya Bhaskar https://ift.tt/3bTLW48

No comments:

Post a Comment