દેશમાં સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગના ફીચર ફોન્સ લોકોને વધુ પસંદ પડી રહ્યા છે. ટેક રિસર્ચ ફર્મ કાઉન્ટર પોઈન્ટે વર્ષ 2019નો ફીચર ફોન શિપમેન્ટનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ફીચર ફોનનાં શિપમેન્ટમાં 19% માર્કેટ શેર સાથે સેમસંગ કંપની અવ્વલ બની છે. વર્ષ 2018માં તેનો માર્કેટ શેર 12% હતો.
વર્ષ 2018માં જિઓ 38% માર્કેટ શેર સાથે પ્રથમ ક્રમાંકે હતી
આ રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં ફીચર ફોન શિપમેન્ટમાં સેમસંગ પ્રથમ ક્રમાંકે છે, જોકે વર્ષ 2018માં 38% માર્કેટ શેર સાથે જિઓ કંપની અવ્વલ બની હતી. વર્ષ 2019માં સેમસંગમાં 7%નો વધારે નોંધાયો જ્યારે જિઓના માર્કેટ શેરમાં 21%નો ઘટાડો નોંધાયો છે.

વર્ષ 2019માં શિપમેન્ટમાં જિઓનો માર્કેટ શેર 17% છે. આ લિસ્ટમાં ક્રમશ: આઈટેલ 14%, લાવા 14%, નોકિયા 10% અન્ય કંપનીઓ 26%નો માર્કેટ શેર ધરાવે છે.
સ્માર્ટફોન શિપમેન્ટમાં શાઓમી પ્રથમ ક્રમાંકે છે

આ રિપોર્ટ અનુસાર ભારતમાં સ્માર્ટફોન શિપમેન્ટમાં ચાઈનીઝ ટેક કંપનીઓનો દબદબો છે. વર્ષ 2019માં સ્માર્ટફોન શિપમેન્ટમાં 28% માર્કેટ શેર સાથે શાઓમી અવ્વલ નંબરે છે. વર્ષ 2018માં પણ તે 28%ના જ માર્કેટશેર સાથે પ્રથમ ક્રમાંકે જ હતી. વર્ષ 2019માં 21% શેર સાથે સેમસંગ બીજા ક્રમાંકે છે. વર્ષ 2019માં સ્માર્ટફોન માર્કેટના શિપમેન્ટ લિસ્ટમાં ક્રમશ: વિવો 16%, રિઅલમી 10%, ઓપો 9% અને અન્ય સ્માર્ટફોન બ્રાન્ડ 16%નો શેર ધરાવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3e4Bet2
No comments:
Post a Comment