Thursday, 21 May 2020

ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ ધરાવતા ‘Narzo 10A’ સ્માર્ટફોનનો આજથી સેલ શરૂ થશે, કિંમત ₹8,499

ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ભારતમાં 11મેએ તેનો અફોર્ડેબલ સ્માર્ટફોન ‘Narzo 10A’ લોન્ચ કર્યો હતો. શુક્રવારે બપોરે 12 વાગ્યાથી તેનું વેચાણ શરૂ થશે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી કરી શકશે. આ ફોનનું 3GB+32GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 8,499 રૂપિયા છે. ફોનમાં 12MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા અને 5000mAhની બેટરી મળશે. કંપનીએ ટ્વીટ કરી સેલની માહિતી આપી છે.

કિંમત અને ઓફર

  • ફોનનાં 3GB+32GB સિંગલ વેરિઅન્ટની કિંમત 3,499 રૂપિયા છે.

  • ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ મળશે.
  • આ સાથે માસિક 709 રૂપિયાથી શરૂ થતી ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે.

‘Narzo 10A’નાં બેઝિક ફીચર્સ

  • ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ વિથ મેમરી કાર્ડ મળશે.

  • સિક્યોરિટી માટે ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા પણ મળશે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE વાઈફાઈ 802.11 b/g/n, બ્લુટૂથ 5.0, GPS, AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.

‘Narzo 10A’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.5 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1600x720 પિક્સલ

OS

રિઅલમી UI વિથ એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

મીડિયાટેક હીલિયો G80

રિઅર કેમેરા

12MP + 2MP + 2MP

ફ્રન્ટ કેમેરા

5MP

રેમ

3GB + 32GB

સ્ટોરેજ

એક્સપાન્ડેબલ 256GB

બેટરી

5000mAh

વજન

195 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The 'Narzo 10A' smartphone with triple rear camera setup will go on sale today, priced at 8,499.


from Divya Bhaskar https://ift.tt/2LRGS5Q

No comments:

Post a Comment