Thursday, 21 May 2020

મોટોરોલાનો અફોર્ડેબલ સ્માર્ટફોન ‘મોટો g8 પાવર લાઈટ’ ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹ 8,999

અમેરિકન મલ્ટિ નેશનલ કંપની મોટોરોલાએ ભારતમાં ‘મોટો g8 પાવર લાઈટ’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેનાં 4GB + 64GB સિંગલ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે. ફોનમાં 16MPના પ્રાઈમરિ રિઅર કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં એન્ડ્રોઈડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર મળશે. ફોનમાં 5,000mAhની બેટરી મળશે. કંપનીની દાવા મુજબ તે 2 દિવસનું બેકઅપ આપશે.

કિંમત અને વેરિઅન્ટ

‘મોટો g8 પાવર લાઈટ’નું 4GB + 64GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 8,999 રૂપિયા છે. તેનાં આર્કટિક બ્લૂ અને રોયલ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનું વેચાણ 29મેથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે.

‘મોટો g8 પાવર લાઈટ’નાં બેઝિક ફીચર

  • આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VOLTE, 4G, 3G, 2G,વાઈફાઈ, બ્લુટૂથ, USB પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.

‘મોટોg8પાવર લાઈટ’નાં બેઝિકસ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.5 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 720x1600 પિક્સલ

OS

એન્ડ્રોઈડ 9 પાઈ

પ્રોસેસર

મીડિયાટેક હીલિયો P35

રિઅર કેમેરા

16MP + 2MP +2MP

ફ્રન્ટ કેમેરા

8MP

રેમ

4GB

સ્ટોરેજ

64GB એક્સપાન્ડેબલ 256GB

બેટરી

5,000mAh વિથ 10 વોટ ફાસ્ટ ચાર્જિંગ

વજન

200 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Motorola's affordable smartphone 'Moto g8 Power Lite' launches in India, priced at 8,999


from Divya Bhaskar https://ift.tt/3gbak4s

No comments:

Post a Comment