ફેસબુકે સેફ્ટીને ધ્યાનમાં રાખી નવું ફીચર ‘લોક પ્રોફાઈલ’ ભારતમાં લોન્ચ કર્યું છે. આ ફીચરને ખાસ મહિલાઓની સુરક્ષા માટે ડેવલપ કરાયું છે. આ ફીચરથી યુઝર તેની પ્રોફાઈલ લોક કરી શકશે અને તેની પ્રોફાઈલ ફોટો સહિતની વિગતો યુઝરના ફ્રેન્ડ્સ સિવાયના અન્ય યુઝર્સ ડાઉનલોડ નહીં કરી શકે
આ ફીચરથી યુઝરની પ્રાઈવસી અને સિક્યોરિટીમાં વધારો થયો છે. આ ફીચર ઓન હોય તો ફ્રેન્ડ્સ સિવાયના અન્ય કોઈ પણ યુઝર્સ પ્રોફાઈલ ફોટો ઝૂમ નહીં કરી શકે, તેને શેર નહીં કરી શકે, ફુલ સાઈઝ કવર ફોટો અને પ્રોફાઈલ ફોટોને ડાઉનલોડ નહીં કરી શકે. જોકે આ ફીચરનો ઉપયોગ યુઝર્સ આગામી અઠવાડિયાંથી કરી શકશે.
મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ફીચર લોન્ચ કરાયું
ફેસબુકના પ્રોડક્ટ મેનેજર રોક્સેના ઈરાનીના જણાવ્યા અનુસાર, આ ફીચરનું ટેસ્ટિંગ સફળ થયાં બાદ તેને લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં મહિલાઓ તેમના પ્રોફાઈલ ફોટો શેર થવા પર અને ડાઉનલોડ થવા પર અસુરક્ષિત મહેસૂસ કરે છે. તેથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ ફીચર લોન્ચ કરાયું છે.
ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો?
- સૌ પ્રથમ ફેસબુક પર પોતાની પ્રોફાઈલ પર ક્લિક કરો.
- તમારાં નામની બાજુમાં 3 ડોટ પર ટેપ કરો.
- પ્રોફાઈલ સેટિંગમાં જઈ લોક પ્રોફાઈલ પર ક્લિક કરો.
- ત્યારબાદ આ ફીચર કન્ફર્મ કરો.
- આ અગાઉ ટેસ્ટિંગ માટે આ ફીચરને પિક્ચર ગાર્ડ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zaSCxz
No comments:
Post a Comment