Monday, 25 May 2020

‘રિઅલમી બડ્સ એર નિયો’ ઈયબડ્સ ભારતમાં લોન્ચ થયાં, કિંમત ₹ 2,999

ચાઈનીઝ ટેક કંપનીએ સોમવારે ભારતમાં તેની મલ્ટિપલ લોન્ચિંગ ઈવેન્ટમાં ‘રિઅલમી બડ્સ એર નિયો’ઈયરબડ્સ લોન્ચ કર્યાં છે. તેની કિંમત 2,999 રૂપિયા છે. તેનાં પોપ વ્હાઈટ, પન્ક ગ્રીન અન રોક રેડ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. સોમવારે બપોરે 3 વાગ્યાથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી પોપ વ્હાઈટ કલર વેરિઅન્ટનો સેલ શરૂ થશે, જ્યારે અન્ય 2 કલર લવર્સે તેનાં સેલની થોડી રાહ જોવા પડશે.

‘રિઅલમી બડ્સ એર નિયો’ઈયરબડ્સનાં બેઝિક ફીચર અને સ્પેસિફેકેશન

  • આ ઈયરબડ્સમાં 13mmનાં લાર્જ બાસ બૂસ્ટ ડ્રાઈવર્સ મળશે.

  • ઈયબડ્સ ચાર્જિંગ કેસ સાથે કુલ 17 કલાકનું પ્લેબેક આપશે. અને કેસ વગર સિંગલ ચાર્જ પર 3 કલાકનું પ્લેબેક આપશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ ચેનલ ટ્રાન્સમિશન અને બ્લુટૂથ 5.0 મળશે.
  • તેમાં સુપર લેટન્સી મોડ મળશે, જે ફંક્શનના ડિલે ટાઈમને 50% ઘટાડશે.
  • તે મોબાઈલ સાથે ઓટો કનેક્ટ થશે.
  • આ ઈયરબડ્સમાં વાયરલેસ R1 ચિપસેટ આપવામાં આવ્યું છે.
  • તેમાં કન્ટ્રોલ માટે ટચ સેન્સિટિવ કન્ટ્રોલ અને વોઈસ અસિસ્ટન્ટ મળશે.
  • ડબલ ટેપ પર પ્લે/પોઝ મ્યૂઝિક અને કોલ આન્સર, ટ્રિપલ ટેપ પર નેક્સ્ટ સોન્ગ, 1 પેર પર પ્રેસ એન્ડ હોલ્ડ કરવાથી એન્ડ કોલ અને વોઈસ અસિસ્ટન્ટ એક્સેસ અને બંને પેર પર પ્રેસ એન્ડ હોલ્ડ કરવા પર એન્ટર/એક્સિટ લો લેટન્સી મોડ ઓપરેટ કરી શકાય છે.
  • તેનું વજન 4.1 ગ્રામ છે અને તે રિઅલમી લિંક એપ સપોર્ટ કરે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Realme Buds Air Neo' ebuds launched in India, priced at 2,999


from Divya Bhaskar https://ift.tt/2ZG91EK

No comments:

Post a Comment