અમેરિકન મલ્ટિનેશનલ ટેક કંપની મોટોરાલા ભારતમાં ‘એજ પ્લ્સ’ સ્માર્ટફોનનાં લોન્ચિંગ બાદ અન્ય એક સ્માર્ટફોનનાં લોન્ચિંગની તૈયારીમાં છે. કંપની જૂન મહિનામાં ‘વન ફ્યુઝન+’ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. લોન્ચિંગ પહેલાં યુટ્યુબ ડિવાઈસ રિપોર્ટ ટેક વેબ પેજ પર ફોનનાં સ્પેસિફિકેશન લીક થયાં છે. આ લીક અનુસાર, ફોનમાં 6.5 ઈંચની ડિસ્પ્લે અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 730 પ્રોસેસર મળશે.
મોટારોલા ‘વન ફ્યુઝન+’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- યુટ્યુબ ડિવાઈસ રિપોર્ટ ટેક વેબ પેજનાં લીક અનુસાર, 4G સપોર્ટ ધરાવતા આ ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે.
- ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 730 પ્રોસેસર મળશે.
- આ ફોન દેખાવમાં મોટોરોલા એજ પ્લસ જેવો જ દેખાય છે.
- અન્ય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં 6GB રેમ અને 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે.
- ફોનમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.
મોટોરોલા ફ્યુઝન પણ લોન્ચ થશે
- કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘વન ફ્યુઝન+’ સ્માર્ટફોન સાથે કંપની ‘વન ફ્યુઝન’ સ્માર્ટફોન પણ લોન્ચ કરશે.
- આ ફોનમાં 6.52 ઈંચની ડિસ્પ્લે મળશે.
- ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે.
- ફોનનું 6GB + 128GBનું વેરિઅન્ટ લોન્ચ થશે.
- ફોનમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ghaUxD
No comments:
Post a Comment