ટેક જાયન્ટ ગૂગલનો અપકમિંગ સ્માર્ટફોન ‘ગૂગલ પિક્સલ 4a’ લોન્ચિંગ પહેલાં જ ચર્ચાનો વિષય બન્યો છે. ફોનનાં ઘણા લીક્સ સામે આવી ચૂક્યાં છે. તાજેતરનાં એક લીક અનુસાર ‘ગૂગલ પિક્સલ 4a’માં 12MPનો રિઅર કેમેરા મળશે. ટેક યુટ્યુબર જુલિયોએ ફોનની ક્લિક કરેલી તસવીરો ટ્વીટ કરી છે.
Fotos: #Pixel4a vs #RedmiNote7
— Julio Lusson (@julio_lusson) April 30, 2020
12MP vs 48MP
Cual te gusta mas? pic.twitter.com/ULsU8pOlRo
જુલિયોએ ટ્વીટમાં ‘ગૂગલ પિક્સલ 4a’ અને ‘રેડમી નોટ 7’ના પ્રાઈમરી કેમેરાની તસવીરો શેર કરી છે. ‘ગૂગલ પિક્સલ 4a’ અને ‘રેડમી નોટ 7’ના 48MPના પ્રાઈમરી રિઅર કેમેરાનાં રિઝલ્ટનું અંતર સાફ દેખાઈ આવે છે. પિક્સલ ફોનથી લીધેલી તસવીરો શાર્પ અને બ્રાઈટ જોવા મળી રહી છે.
‘ગૂગલ પિક્સલ 4a’નાં સ્પેસિફિકેશન
‘ગૂગલ પિક્સલ 4a’નાં લીક્સ અને કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૂગલના આ અપકમિંગ સ્માર્ટફોનમાં 5.81 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે.
ફોનમાં ઓક્ટા કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730 SoC પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે.
ફોનનું 6GB + 64GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 3,080mAhની બેટરી મળી શકે છે.
ફોનની કિંમત $399 આશરે 30,000 રૂપિયા હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3d4emcy
No comments:
Post a Comment