ચાઈનીઝ ટેક કંપની ઓપો તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘ઓપો ફાઈન્ડ X2’ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં ફોન આકસ્મિક રીતે એમેઝોન પર લિસ્ટ થયો છે. જોકે હવે તેને રિમૂવ કરવામાં આવ્યો છે. લિસ્ટિંગમાં ફોનનાં મોટા ભાગના સ્પેસિફિકેશન સામે આવ્યા છે. તે મુજબ ફોનમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
કિંમત અને વેરિઅન્ટ
એમેઝોનનાં લિસ્ટિંગ મુજબ ફોનનું 12GB + 256GB વેરિઅન્ટ લોન્ચ થશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને લીક્સ પ્રમાણે તેની કિંમત 70,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
‘ઓપો ફાઈન્ડ X2’નાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ
- એમેઝોનનાં લિસ્ટિંગ મુજબ ફોનમાં 6.7 ઈંચની OLED કર્વ્ડ ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 3168X1440 પિક્સલ છે.
- ફોનમાં 48MP+ 12MP + 13MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે.
- સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
- ફોનમાં 12GBની રેમ અને 256GBનું સ્ટોરેજ મળશે
- જોકે ફોનમાં માત્ર સિંગલ સિમ સપોર્ટ જ મળશે.
- કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં ColorOS 7.1 વિથ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળી શકે છે.
- ફોનમાં 65 વોસ્ટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4,200mAhની બેટરી મળી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3c5bE5W
No comments:
Post a Comment