Friday, 29 May 2020

ભારતમાં બજેટ સ્માર્ટફોન સિરીઝ ‘ઈનફિનિક્સ હોટ 9’ લોન્ચ થઈ, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 8,499

હોંગબેંક બેઝ્ડ ટેક કંપની ઈનફિનિક્સે ભારતમાં બજેટ સ્માર્ટફોન સિરીઝ ‘ઈનફિનિક્સ હોટ 9’ કરી છે. આ સિરીઝમાં ‘ઈનફિનિક્સ હોટ 9’ અને ‘ઈનફિનિક્સ હોટ 9 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ થયાં છે. 4GB RAM + 64GBનાં ‘ઈનફિનિક્સ હોટ 9’ની કિંમત 8,499 રૂપિયા અને 4GB RAM + 64GBનાં ‘ઈનફિનિક્સ હોટ 9 પ્રો’ની કિંમત 9,499 રૂપિયા છે. બંને ફોનમાં મીડિયાટેક હીલિયો P22 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 બેઝ્ડ XOS 6.0 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.

ઈનફિનિક્સ હોટ 9 સિરીઝની ખાસ વાતો

ફ્લિપકાર્ટ પર ‘ઈનફિનિક્સ હોટ 9 પ્રો’નું વેચાણ 5 જૂન અને ‘ઈનફિનિક્સ હોટ 9’નું વેચાણ 8 જૂનથી થશે. બંન ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.બંને ફોનમાં સિક્યોરિટી માટે રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ કેમેરા મળશે. ફોનનાં પ્રો વેરિઅન્ટમાં 48MPનું 4 રિઅર કેમેરા મળશે જ્યારે બેઝિક વેરિઅન્ટમાં 13MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા મળશે.

બંને ફોનમાં કનેક્ટિવિટી માટે 4G VOLTE, 4G, 3G, 2G, બ્લુટૂથ 5.0, વાઈફાઈ, FM રેડિયો, USB પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.

‘ઈનફિનિક્સ હોટ 9 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.6 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

HD+ LCD IPS

OS

એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

મીડિયાટેક હીલિયો P22 પ્રોસેસર

રિઅર કેમેરા

48 MP + 2 MP + 2 MP + લૉ લાઈટ સેન્સર

ફ્રન્ટ કેમેરા

8MP

રેમ

4GB

સ્ટોરેજ

64GB

બેટરી

5000 mAh

‘ઈનફિનિક્સ હોટ 9’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.6 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

HD+ LCD IPS

OS

એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

મીડિયાટેક હીલિયો P22

રિઅર કેમેરા

13MP + 3 અધર લેન્સ

ફ્રન્ટ કેમેરા

8MP

રેમ

4GB

સ્ટોરેજ

64GB

બેટરી

5000 mAh


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Budget smartphone series 'Infinix Hot 9' launched in India, basic variant priced at 8,499


from Divya Bhaskar https://ift.tt/2ZNalpB

No comments:

Post a Comment