Friday, 29 May 2020

વ્હોટ્સએપ અકાઉન્ટના નામથી જો કોઈ વેરિફેકેશન કોડ માગે તો ચેતી જજો, તમારું અકાઉન્ટ હેક થઈ શકે છે

કોરોનાવાઈરસને લીધે લાગુ કરાયેલા લોકડાઉનમાં સાઈબર ક્રાઈમ અને હેકિંગના કિસ્સાઓ વધી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ નોકરીની શોધમાં રહેલાં અનેક ભારતીયોનો ડેટા ડાર્ક વેબ પર લીક થયાં હોવોના સમાચાર સામે આવ્યા હતા. હવે હેકર્સ ડેટા લીક માટે વ્હોટ્સએપનો સહારો લઈ રહ્યા છે. તાજેતરમાં જ આ પ્રકારનો એક સ્કેમ સામે આવ્યો છે. તેમાં હેકર્સ પોતાને વ્હોટ્સએપ ટેક્નોલોજી ટીમના નામે યુઝરનો વેરિફિકેશન કોડની માગણી કરે છે. જોકે વ્હોટ્સએપ ક્યારે પણ આ પ્રકારની માગણી ચેટનાં માધ્યમથી કરતું નથી. વ્હોટ્સએપ ટ્વિટર, બ્લોગ સહિતનાં પ્લેટફોર્મનાં માધ્યથી તેની ઓડિયન્સ સાથે કનેક્ટ રહે છે. વ્હોટ્સેપના સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના એક ટ્વીટમાં આ પ્રકારના સ્કેમનો ખુલાસો થયો છે.

WABetaInfoનો ખુલાસો

  • WABetaInfoના ટ્વિટર પર ડારિયા નવારો નામના યુઝરે આ સ્કેમને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. તેનાં જવાબમાં WABetaInfo દ્વારા કહેવાયું હતું કે વ્હોટ્સએપ ક્યારે પણ ચેટમાં યુઝરનો વેરિફિકેશન કોડ માગતું નથી. વ્હોટ્સએપના નામથી ફરતાં આવાં અકાઉન્ટ હેકર્સનાં જ હોય છે.
  • નવાં ડિવાઈસ પર વ્હોટ્સએપ અકાઉન્ટ એક્ટિવ કરવા માટે વેરિફિકેશન કોડનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોડ યુઝરને SMS દ્વારા મળે છે.

વેરિફાઈડ અકાઉન્ટની ચકાસણી કરો

જો તમને કોઈ પણ અકાઉન્ટ વ્હોટ્સએપ અકાઉન્ટની ઓળખ આપી તમારી પર્સનલ ડિટેઈલ માગે તો આ અકાઉન્ટ વેરિફાઈડ છે કે નહીં તે ચકાસી લેવું જોઈએ. વ્હોટ્સએપનાં વેરિફાઈડ અકાઉન્ટમાં ઓફિશિયલ નામ સાથે લીલા કલરનો માર્ક પણ હશે. જોકે વ્હોટ્સએપ દ્વારા વેરિફિકેશન કોડ જેવી ડિટેઈલ માગવામાં આવતી ન નથી. તેથી કોઈ પણ અકાઉન્ટ વ્હોટ્સએપના નામે વેરિફિકેશન કોડ સહિતની માહિતા માગે તો તેનાં પર ધ્યાન ન આપવું જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Beware if someone asks for a verification code in the name of WhatsApp account, your account may be hacked


from Divya Bhaskar https://ift.tt/36FTNkF

No comments:

Post a Comment