ટેક જાયન્ટ ગૂગલે જેસ્ચર (હાવભાવ)થી કન્ટ્રોલ કરી શકાય તેવો સ્માર્ટ કેબલ તૈયાર કર્યો છે. તેનાથી વાયલરેસ હેડફોનથી ડિવાઈસ કન્ટ્રોલ થાય તેમ કરી શકાશે. આ કેબલથી પિંચિંગ, સ્ક્વિઝિંગ અને ટ્વિસ્ટ કરીને મ્યૂઝિક પ્લે/પોઝ, નેક્સ્ટ સોંગ અને વોલ્યુમ અપ/ડાઉન જેવાં ફંક્શન કરી શકાશે.
સ્માર્ટ કેબલનું નામ ‘I/O બ્રેઈડ’
- આ સ્માર્ટ કેબલમાં ટચ સેન્સિંગ ટેક્સટાઈલ અને ફાઈબર ઓપ્ટિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોડક્ટને I/O બ્રેઈડ નામ આપવામાં આવ્યું છે. તે HSM (હેલિકલ સેન્સિંગ મેટ્રિક્સ) સેન્સિંગ કેપેબલિટીસનો ઉપયોગ કરે છે.
- I/O બ્રેઈડ ટ્વિસ્ટ (મરોડવું), ફ્લિક (ધકેલવું), સ્લાઈડ (લસરાવું), પિંચ (ચપટી ભરવી), ગ્રેબ (પકડી રાખવું)અને પેટ (ટપલી મારવી) જેવાં કુલ 6 ઈન્ટરેક્શન સમજે છે. આ પ્રોડક્ટ પર હાલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ટેસ્ટિંગ પૂરું થતાં તેનું માસ પ્રોડક્શન કરશે.
94% એક્યુરસી
કંપનીના જણાવ્યા અનુસાર, તેનાં ટેસ્ટિંગના પરિણામો સારા છે. તેની એક્યુરસી 94% છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ હેડફોન કેબલ, સ્માર્ટ સ્પીકર સહિતની પ્રોડક્ટમાં કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bOqY6E
No comments:
Post a Comment