Friday, 22 May 2020

ટૂંક સમયમાં ભારતમાં ‘વિવો Y30’ સ્માર્ટફોન લોન્ચ થશે, 4 રિઅર કેમેરા સેટઅપ અને 5,000mAhની બેટરી મળશે

ચાઈનીઝ ટેક કંપની વિવો ભારતમાં તેના મિડલ રેન્જ સ્માર્ટફોન ‘વિવો Y30’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. મલેશિયામાં આ ફોન લોન્ચ થઈ ચૂક્યો છે. મલેશિયામાં 4GB + 128GB વેરિઅન્ટની કિંમત ભારતીય ચલણ પ્રમાણે 15,800 રૂપિયા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જૂન મહિનામાં આ ફોન ભારતમાં લોન્ચ થઈ શકે છે.

‘વિવો Y30’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • મલેશિયામાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે ફોનમાં 6.47 ઈંચની ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 720x1560 પિક્સલ હશે.
  • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયટેક હીલિયો P35 પ્રોસેસર મળશે.
  • ફોનમાં 13MP +8MP + 2MP + 2MPનું પ્રાઈમરી રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, બ્લુટૂથ, વાઈફાઈ, GPS, USB ટાઈપ સી અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
  • ફોનનાં ડઝલ બ્લૂ અને મૂનસ્ટોન વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
  • જોકે ભારતમાં આ ફોન ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ થશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivo Y30 smartphone to be launched in India soon, with 4 rear camera setup and 5,000mAh battery


from Divya Bhaskar https://ift.tt/2XjFJcu

No comments:

Post a Comment